<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કોંગ્રેસ અને AAPના મજબૂત ચહેરાઓની યાદી બનાવી હરાવવાનો માસ્‍ટર પ્‍લાન

RMC ની ચૂંટણીમાં થશે ખરાખરીનો જંગ-વિપક્ષના મજબુત ચહેરા સામે ભાજપની રણનિતી ! વોર્ડ નંબર ૩,૬,૧૫અને ૧૬ માં કોંગ્રેસનું ધ્‍યાન કેન્‍દ્રીત, આપ માટે ૪ અને ૧૧ મહત્‍વના વોર્ડ : પ્રભારી મંત્રીએ કાર્યકર્તાઓને એકજુટ થઇને ચૂંટણી લડવાની સલાહ આપી

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્‍યો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે.જો કે જીત માટે રાજકીય દાવપેંચની પણ શરૂઆત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટી  ય્‍પ્‍ઘ્‍ ની ચૂંટણીમાં થશે ખરાખરીનો જંગ-વિપક્ષના મજબુત ચહેરા સામે ભાજપની રણનિતી !

કોંગ્રેસ અને આપના મજબૂત ચહેરાઓની યાદી બનાવી હરાવવાનો માસ્‍ટર પ્‍લાન.

વોર્ડ નંબર ૩,૬,૧૫અને ૧૬ માં કોંગ્રેસનું ધ્‍યાન કેન્‍દ્રીત, AAP માટે ૪ અને ૧૧ મહત્‍વના વોર્ડ.

પ્રભારી મંત્રીએ કાર્યકર્તાઓને એકજુટ થઇને ચૂંટણી લડવાની સલાહ આપી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્‍યો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે.જો કે જીત માટે રાજકીય દાવપેંચની પણ શરૂઆત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટી તેના માઇક્રો મેનેજમેન્‍ટ માટે જાણીતી છે ત્‍યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક મજબૂત ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને આ ઉમેદવારો સામે જીત હાંસલ કરવાનો માઇક્રો પ્‍લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભાજપ દ્રારા તૈયાર કરાયેલી યાદી પર નજર કરીએ તો

વોર્ડ નંબર ૩ અતુલ રાજાણી,ગાયત્રીબા વાઘેલા

વોર્ડ નંબર ૬ દેવુબેન જાદવ

વોર્ડ નંબર ૧૨ ઉર્વશીબા ગોહિલ,સંજય અજુડિયા

વોર્ડ નંબર ૧૫ મકબુલ દાવદાણી,વશરામ સાગઠિયા

વોર્ડ નંબર ૧૬ રસિલાબેન ગેરૈયા અને ઇબ્રાહિમ સોરા

આમ આદમી પાર્ટી

વોર્ડ નંબર ૪ રાહુલ ભુવા

વોર્ડ નંબર ૧૧ પિયુષ ભંડેરી

ભાજપ દ્રારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે મજબુત નેતાઓ છે તે વિસ્‍તારને સર કરવા માટે ધારાસભ્‍યોને મહત્‍વની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વિસ્‍તારમાં વિપક્ષના ઉમેદવારોની લોકચાહના સામે ભાજપના નેતાઓ માઇક્રો મેનેજમેન્‍ટ કરે તેવી સૂચના આપવામાં આવી છે.

તાજેતરમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. દરેક કાર્યકર્તાને પાર્ટીના કામમાં લાગી જવા માટેની સૂચના આપવામાં આવી હતી.

ભાજપને ક્રોસ વોટિગનો ડર ?

ભાજપમાં આ વખતે અનેક જુનાજોગીઓની ટિકીટ કપાતા ઉકળતો ચરૂ છે.નવા ચહેરાઓને સ્‍થાન આપવામાં આવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી છે જેથી ભાજપને વિપક્ષ કરતા પાર્ટીમાં આંતરિક કહેલની અસર થાય તેવી ભિતી છે અને એટલા માટે જ ક્રોસ વોટીંગ થાય તેવો ડર છે. આ સ્‍થિતિને જોતા ભાજપ દ્રારા પાર્ટીના આંતરિક કહેલને નિવારવા માટે ડેમેજ કન્‍ટ્રોલ કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓને ફરી એક્‍ટિવ કરવા મથી રહ્યા છે.

(3:47 PM IST)