તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 25th June 2026
જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ મુદ્દે બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધઃ કાજુકતરી બતાવી ઉઠાવ્યા સવાલો

રાજકોટઃ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ જંગલેશ્વર મેગા ડિમોલેશન દરમિયાન થયેલા અંદાજે રૂા.૨૭.૨૦ લાખના ફૂડ બિલ મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો કાજુ કતરી સાથે બોર્ડ બહાર પહોંચ્યા હતા અને બિલમાં દર્શાવવામાં આવેલા ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ બિલમાં એક નંગ કાજુ કતરીનો ભાવ રૂા. ૨૩૧ દર્શાવાયો હોવાનું સામે આવતાં વિવાદ વધુ ગરમાયો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે ડિમોલેશન કામગીરી દરમિયાન ચા-નાસ્તા અને ભોજનના નામે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોંગ્રેસે કાજુ કતરી બતાવીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવતા સવાલ કર્યો હતા. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:11 PM IST)










