<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

રાજકોટની કેન્‍સર સારવાર સુવિધા મુદ્દે કોંગ્રેસનો સવાલઃ એઇમ્‍સ હોસ્‍પિટલમાં મોંઘી મશીન તૈયાર છતાં દર્દીઓને લાભ કેમ નહીં?

LIANC લિનિયર, HDR બ્રેકી થેરાપી અને સમર્પિત લાઈટ-બોર CT સિમ્‍યુલેટર જેવી સુવિધાઓ માટે રજૂઆત છતાં ઉદઘાટન વિલંબિત હોવાનો આક્ષેપ : કરોડો રૂપિયાની મશીનરીનો ઉપયોગ શરૂ થાય અને સૌરાષ્ટ્ર-કચ્‍છના દર્દીઓને રાજકોટમાં જ અદ્યતન સારવાર મળે તેવી કોંગ્રેસની માંગ

રાજકોટઃ રાજકોટમાં કેન્‍સરની સારવાર માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાદ્યેલા સહિત કોંગ્રેસના આગેવાનોએ સવાલો ઉઠાવ્‍યા છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્‍ટર સમક્ષ રજૂઆત કરી રાજકોટ એઇમ્‍સમાં કેન્‍સરની અદ્યતન સારવાર માટેની મશીનરીનો વહેલી તકે ઉપયોગ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસની રજૂઆત મુજબ સૌરાષ્ટ્ર-કચ્‍છના હજારો કેન્‍સર દર્દીઓને આધુનિક રેડિયેશન થેરાપી માટે LIANC લિનિયર, HDR બ્રેકી થેરાપી, વાઈડ-બોર CT સિમ્‍યુલેટર સહિતની સુવિધાઓનો લાભ મળવો જરૂરી છે. આ માટે અગાઉ પણ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અતુલભાઇ રાજાણી, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ મહામંત્રી ડી.પી.મકવાણા, પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન મેઘજીભાઇ રાઠોડ અને એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ જણાવ્‍યું છે કે   ે કેન્‍સરની સારવાર માટેની મોંદ્યી મશીનરી રાજકોટ એઇમ્‍સ ખાતે ઉપલબ્‍ધ હોવા છતાં વહીવટી પ્રક્રિયા અને જરૂરી મંજૂરીઓના કારણે તેનો સંપૂર્ણ ઉપયોગ શરૂ થયો નથી. કોંગ્રેસે આ અંગે તાત્‍કાલિક કાર્યવાહી કરી દર્દીઓને રાજકોટમાં જ સારવારની સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની માંગ કરી છે.કોંગ્રેસના જણાવ્‍યા મુજબ મશીનરી માટે જરૂરી વિવિધ વિભાગોના NOC મેળવવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી કેન્‍સરની સારવાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી દર્દીઓને તેનો સંપૂર્ણ લાભ મળ્‍યો નથી. રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે મશીનનું ઉદ્‍દ્યાટન નક્કી થયેલું હોવા છતાં કાર્યક્રમ મુલતવી પડ્‍યો હતો.

આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા અશોકસિંહ વાદ્યેલા, અતુલ રાજાણી (પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ), જશવંતસિંહ ભટ્ટી (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) અને ડો. પી.  મકવાણા (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસે માંગ કરી છે કે રાજકોટ એઇમ્‍સ ખાતે ઉપલબ્‍ધ અદ્યતન કેન્‍સર સારવારની મશીનરીનો વહેલી તકે ઉપયોગ શરૂ થાય, જેથી સૌરાષ્ટ્ર-કચ્‍છના દર્દીઓને સારવાર માટે અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં જવાની જરૂરિયાત દ્યટે અને તેમને રાજકોટમાં જ આધુનિક સારવાર મળી શકે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:18 PM IST)