તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કોંગ્રેસ પોતાનો ચહેરો ઈતિહાસના અરીસામાં જૂએઃ ગોવિંદ પટેલ
કેન્દ્ર સરકાર સામેના આક્ષેપોથી પૂર્વમંત્રી ઉકળી ઉઠયા

રાજકોટ, તા.૪: એન.ડી.એ અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે આંગળી ચિંધતી અને નૈતીકતાની વાત કરનાર કોંગ્રેસ જરા પોતાનો ચહેરો ઈતિહાસના અરીસામાં જુએ તેમ પૂર્વ મંત્રી શ્રી ગોવિંદ પટેલે જણાવ્યું છે.
સતા મેળવવા અને ટકાવવા ગમે તે હદે જનાર કોંગ્રેસે જે કારનામાં કર્યા તે હદે અમો જઈ શકતા નથી. તેથી નૈતીકતા ના પાઠ અમોને ન ભણાવો. ૧૯૭૧ માં ગુજરાતમાં પ્રચંડ બહુમતીથી કોંગ્રેસનો વિજય થયો અને તેમાં અહમ ભૂમિકા ચીમનભાઈ પટેલની હતી, છતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા. ત્યારબાદ ચીમનભાઈએ બળવો કરીને પંચવટી ફાર્મ ખાતે બહુમત કોંગ્રેસી ધારાસભ્યોને ભેગા કરીને તે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ થયેલ નવનિર્માણ આંદોલનની આગમાં પેટ્રોલ કોણે છાંટયું અને ચીમનભાઈને પદભ્રષ્ટ કર્યા. નવી ગાંધી કોંગ્રેસે તે સમયમાં તત્કાલીન પ્રધાનમંત્રીને ન ગમતી કેટલી સરકારો ઉથલાવીને રાષ્ટ્રપતી શાસન લાદયા તે જરા ઈતિહાસના આયનામાં કોંગી મિત્રો ડોકિયું કરે અને બાદમાં એન.ડી.એ સરકારના પ્રધાનમંત્રી અને ગળહમંત્રી સામે આક્ષેપો કરે.
(2:23 PM IST)










