તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મનપામાં ૫ વર્ષ બાદ કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો મળશે
બીપીઍમસી ઍકટ મુજબ કુલ સીટના ૧૦ ટકા બેઠકો ઉપર વિજય મળે તો વિપક્ષ કાર્યાલય અને વિપક્ષ નેતાની સુવિધા મળી શક

રાજકોટ તા.૨૮: રાજકોટ મનપાની સામાન્ય ચુંટણીની મતગણતરી આજે સવારના ૯ વાગ્યાથી પ્રારંભ થયો હતો. બપોરના ૨ વાગ્યા સુધીમાં તમામ ૧૮ વોર્ડની ગણતરી પૂર્ણ થતા ૨ વોર્ડમાં ૭ બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવતા બીપીએમસી એકટની જોગવાઇ મુજબ વિપક્ષનો દરજ્જો મેળવવા સફળ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૨૧ની ચુંટણીમાં કોંગ્રેસે માત્ર ૪ બેઠકો મેળવતા એટલે કે પાંચ વર્ષ સુધી કોંગ્રેસ વિપક્ષનો દરજ્જો મેળવી શકયો ન હતો. જયારે આ વખતે ૭ બેઠકો ઉપર વિજય મેળવતા વિપક્ષ નેતા, વિપક્ષ કાર્યાલય મળશે.
(3:51 PM IST)










