<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મનપા જનરલ બોર્ડ પહેલાં કોંગ્રેસનો ‘લોલીપોપ' વિરોધઃ વિજિલન્‍સ સાથે ઘર્ષણ

 

રાજકોટઃ મહાનગરપાલિકા ખાતે વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને આજે જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપા કચેરીના પ્રાંગણમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરી ભાજપના શાસકો સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને મહિલા કોર્પોરેટરો હાથમાં લોલીપોપ લઈને મનપા કચેરીએ પહોંચ્‍યાં હતાં. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા અને મનીષ ભટ્ટ તેમજ પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાને લોલીપોપ આપવાનો પ્રયાસ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્‍યો હતો. કોંગ્રેસના નગરસેવકોએ જણાવ્‍યું હતું કે, ભાજપના શાસકો પ્રજાને માત્ર લોલીપોપ આપી રહ્યા છે, તેથી પ્રતીકાત્‍મક રીતે ભાજપના નેતાઓને લોલીપોપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપના નેતાઓને લોલીપોપ આપવા આગળ વધતાં વાતાવરણ ગરમાયું હતું. કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે મનપાની વિજિલન્‍સ પોલીસે કોંગ્રેસના આગેવાનો પાસેથી લોલીપોપ લઈ લીધા હતા. ત્‍યારબાદ તમામને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નગરસેવકો અને વિજિલન્‍સ પોલીસના કર્મચારીઓ વચ્‍ચે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલીનાં દૃશ્‍યો પણ સર્જાયાં હતાં.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(

(3:55 PM IST)