<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

મોંઘવારી-નીટ કૌભાંડ સામે કોંગ્રેસનું હલ્લાબોલઃ નીટ મામલે રથ : મોંઘવારીની જેલ અને ડુંગળી-બટેટા સાથે દેખાવોઃ કલેકટરને આવેદન

મોંઘવારી સામે ઉગ્ર સુત્રોચ્‍ચારઃ હાય રે ભાજપ હાય...હાય...ના નારાઃ પોલીસે કલેકટરની ચેમ્‍બરમાં શાકભાજી લઇ જવા નહિ દેતા વાતાવરણ ગરમાયું :લોકોના જીવન ધોરણ પર ગંભીર અસરઃ નીટ પેપર લીંક કૌભાંડમાં ઝડપી તપાસ કરોઃ કડક કાયદો બનાવોઃ ઉગ્ર રજૂઆતો

રાજકોટ શહેર કોîગ્રેસે આજે મોîઘવારી અને નીટ પેપર લીંક કૌભાંડ મામલે બહુમાળીથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે દેખાવો યોજી - મોઘવારીની જેલ-મીટ મામલે રથ, ડુંગળી-બટેટા તથા ટમેટાનો હાર, સાથે કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૩)

રાજકોટ તા. પ :.. રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ સહિત રાજયમાં અને દેશમાં મોંઘવારી માજા મૂકી છે, પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય વસ્‍તુઓ - અનાજ- કઠોળ, ખાંડ, તેલ, તુવેરવાળ, તમામ શાકભાજી, મોંઘાદાટ બન્‍યા છે, ગરીબ - મધ્‍યમ વર્ગોને મહિનાનો ખર્ચ કાઢવો અઘરો થઇ પડયો છે, સરકાર કશા નકકર પગલા લેતી નથી, આમ મોંઘવારીમાં પીલઇ રહેલ ગૃહિણીઓ- આમ આદમીને વાચા આપવા, બહુમાળીથી મોંઘવારી પીસાયેલ, મોંઘવારી જેલમાં બંધાઇ ગયેલ નાગરિક સાથેના અને ડુંગળી-ટમેટા-બટેટા તબડકામાં લાવી ૧૯૦ થી ૧પ૦ લોકો-કાર્યકરો-આગેવાનોની  બહુમાળીથી કલેકટર કચેરી સુધી ઘોડાગાડી સાથે રેલી કાઢી ઉગ્ર સુત્રોચ્‍ચાર, હાયરે ભાજપ હાય અને અન્‍ય નારાઓ લગાવી કલેકટર સુધી રેલી લાવી કલેકટર કચેરી ગજવી હતી અને કલેકટરને વિસ્‍તૃત આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

કલેકટરે ચેમ્‍બરમાં પાંચની જ મંજૂરી આપી હતી, ચેમ્‍બર બહાર રહેલ પોલીસે કલેકટર પાસે ડુંગળી-ટમેટા-ગાજર-બટેટા વિગેરે લઇ જવા નહી દેતા વાતાવરણ ગરમાયું હતું, પોલીસે કલેકટરની ચેમ્‍બર બહાર શાકભાજી મુકાવી દીધું હતું. બાદમાં આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપ મારફતે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારનું ધ્‍યાન દેશના કરોડો નાગરિકો અને લાખો વિદ્યાર્થીઓને અસર કરતા બે અત્‍યંત ગંભીર મુદ્દાઓ તરફ દોરવા માંગીએ છીએ. આજે દેશની સામાન્‍ય જનતા એક તરફ બેકાબૂ મોંઘવારીના મારથી પીડાઈ રહી છે, જ્‍યારે બીજી તરફ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ NEET સહિત વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં વારંવાર સામે આવતા પેપર લીક કૌભાંડોના કારણે પોતાના ભવિષ્‍ય અંગે અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી પેટ્રોલ, ડીઝલ, ઘરેલુ ગેસ સિલિન્‍ડર, ખાદ્યતેલ, દૂધ, દાળ, અનાજ, શાકભાજી સહિત જીવનજરૂરી ચીજવસ્‍તુઓના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્‍ય અને મધ્‍યમવર્ગીય પરિવારો માટે ઘરનું બજેટ સંભાળવું દિવસેને દિવસે મુશ્‍કેલ બનતું જાય છે. મોંધવારીના કારણે ગળહિણીઓ, નાના વેપારીઓ, મજૂરો, કર્મચારીઓ અને ખેડૂત વર્ગને ગંભીર આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્‍ય માણસની આવકમાં નોંધપાત્ર વધારો થયો નથી, પરંતુ ખર્ચ અનેકગણો વધી ગયો છે, જેના કારણે પરિવારોની બચત ઘટી રહી છે અને જીવનધોરણ પર ગંભીર અસર પડી રહી છે.

આ ઉપરાંત દેશમાં બેરોજગારીની સમસ્‍યા પણ સતત વિકરાળ બની રહી છે. લાખો શિક્ષિત યુવાનો રોજગારની શોધમાં ભટકી રહ્યા છે. સરકારી ભરતી પ્રક્રિયાઓમાં વિલંબ અને પરીક્ષાઓમાં થતા ગેરવહીવટના કારણે યુવાનોમાં ભારે નિરાશા જોવા મળી  રહી છે.

પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્‍યક્‍તિઓ અને ગેંગ સામે ઝડપી, નિષ્‍પક્ષ અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.  ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાયદો બનાવી કડક સજાની જોગવાઇ  કરવામાં આવે.

NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં  ‘રથ' તૈયાર કરવામાં આવ્‍યો હતો. રથ પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્‍યાયને દર્શાવતા પ્રતિકો મૂકવામાં આવ્‍યા હતા. આ રથ દ્વારા કેન્‍દ્ર સરકારની નિષ્‍ફળતા અને શિક્ષણ વ્‍યવસ્‍થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્‍યાય આપવાની માંગ કરવામાં આવી હતી.

આવેદન દેવામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા રાજકોટ શહેરના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત ડો. હેમાંગભાઈ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી મહેશભાઈ રાજપુત ડી.પી મકવાણા, નરેન્‍દ્ર સોલંકી, અતુલભાઇ રાજાણી સંજય અજુડીયા વશરામભાઈ સાગઠીયા, મુકેશભાઈ ચાવડા, અર્જુનભાઈ ચૌહાણ ઇબ્રાહીમભાઇ સોરા દીપ્તિબેન સોલંકી રસીલાબેન ગરૈયા, સુધા બા વાઘેલા મનીષાબેન રોજાસરા,નીતિન ભાઈ ભંડેરી  આદિત્‍ય સિહ ગોહિલ, બ્રિજરાજ રાણા, મુકુંદભાઈ ટાંક, રવિ જીતિયાં,  જયદીપ મયાત્રા,ગોપાલ અનડકડ ,સુરેશ બથવાર રૈયાભાઈ બાંભવા જીતુભાઈ રાઠોડ, કેબી જોશી રતિલાલભાઈ ડોબરીયા ટીનુભા જાડેજા ઠાકરશીભાઈ ગજેરા ઉમેશભાઈ ઝાપડિયા, સામતભાઈ માલકીયા જયંતીભાઈ માલકીયા, ભરતકુમાર ગોયાણી અફઝલભાઈ  મહેતર, યુનુસભાઈ જુણેજા, તુષારભાઈ નંદાણી સુરેશભાઈ ગરૈયા પ્રદીપભાઈ ભંડેરી મુકેશભાઈ રબારી, મેહુલભાઈ મકવાણા હિરલબેન રાઠોડ,નયના બા જાડેજા, કંચનબેન વાળા, યોગીતાબા જાડેજા બીપીનભાઈ રાઠોડ, રાઠોડ ધ્રુમિલ, મનીષા બા વાળા, આભા દેસાઈ, શાંતાબેન મકવાણા જસુબેન  ચંદ્રિકાબેન વરાણીયા  વિભૂતિબેન ત્રિવેદી, દીપુ રવિયા,,હેમાંગીની ગોંડલિયા, ભાવનાબેન વાઘેલા નિલેશભાઈ મારુ, ઉકેશ રબારી, ભાવેશ વાઘેલાહસુભાઈગોસ્‍વામી વિગેરે જોડાયા હતા. મોંઘવારીની જેલ-તેલના ડબાના પ્રતિકો આકર્ષણરૂપ બન્‍યા હતા.

(2:56 PM IST)