હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
બાંધકામ કોન્ટ્રાક્ટર રમેશભાઇ ભાખરનું હૃદય બેસી જતાં મૃત્યુ
મોરબી રોડ રામાણી પાર્કમાં બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: મોરબી રોડ પર સદ્દગુરૂ મારબલ સામે રામાણી પાર્ક-૧માં રહેતાં રમેશભાઇ કુરજીભાઇ ભાખર (ઉ.વ.૬૧) નામના વૃધ્ધ રાતે બે વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રમેશભાઇ બાંધકામનો વ્યવસાય કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:03 AM IST)










