તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 4th November 2026
વોર્ડ નં. ૧૪માં બાંધકામથી વરસાદી પાણી ભરાશે : વિપક્ષના નેતાની સ્થળ મુલાકાત દરમિયાન લોકોએ દહેશત વ્યકત કરી

રાજકોટ, તા. ૪ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૪માં વાણીયાવાડી અને કોઠારીયા કોલોનીને વચ્ચે આવેલા પારડી માર્ગ બોલબાલા માર્ગ પરના વોકળા પર મુખ્યમંત્રી દ્વારા ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવાની હિલચાલ સામે લતાવાસીઓ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માસ્તર સોસાયટી દ્વારા તારીખ ૧૧/૦૮/૨૦૨૬ થી ઇન્વર્ડ નંબર ૧૯૫૮ લેખિત રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી આ વિસ્તારમાં સાઈટ વિઝીટ કરતા વિસ્તારના બહેનોએ રોષભેર જણાવ્યું હતું કે હાલ માસ્તર સોસાયટીમાં વોકળો પેક (બંધ) કરાતા તમામ બંગલાઓમાં સામાન્ય વરસાદમાં પણ ગોઠણભેર પાણી ભરાય છે, ત્યારે અહીંયા વોકળા પર બે માળનો કોમ્યુનિટી હોલ ખડકશે તો અમારે હિજરત કરવી પડે એવી હાલત થશે. આ વિસ્તારમાં જ્યાં પ્રોજેક્ટ બનાવવાનો છે ત્યાં હાલ ૭૫ ઘટાદાર ૪૦ વર્ષો જુના વળક્ષો હયાત જ છે ત્યારે આ વળક્ષોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેદન કરવાની તજવીજ સામે પણ લોકોનો રોષ છે. વિરોધ પક્ષના નેતાએ ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે, હાલ એકથી ૭૫ વળક્ષો છે તેમાં કુલ કેટલા વળક્ષોનું છેદન કરાશે તેની મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરવી પડશે અને આ અંગે વોકળા ઉપર વોટર વેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતના બાંધકામ કરવાની પાબંદી હોવા છતાં અને પાણીના કુદરતી વહેણને અવરોધી નથી શકાતું અને તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર પોતાના કોન્ટ્રાક્ટરના લાભાર્થે વોકળા ઉપર બાંધકામ કરશે તો આ વિસ્તારમાં જળબંબાકાર થવાની દહેસત છે.
તેઓએ આગામી જનરલ બોર્ડમાં આ પ્રશ્ન ઉઠાવવા ખાત્રી ઉચ્ચારી હતી. દિપ્તીબેન સોલંકીની કોઠારીયા કોલોનીની વિઝીટ દરમિયાન યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, વિસ્તારના મહિલા અગ્રણીઓ જયશ્રીબેન વસાણી, રસમિતાબેન મહેતા, દિશાબેન મહેતા, મીનાબા ઝાલા, નીતાબેન ચોટલીયા, દિશાબેન મહેતા, ભાવનાબેન પરમાર, જ્યોતિબેન કથરેચા, મંજુબેન કથરેચા, સોનલબેન મોરી, શીતલબેન વાઘેલા, રક્ષાબા જાડેજા, મંજુબેન કથરેચા સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ગજેન્દ્રસિંહ ઝાલા (મો. ૯૪૨૬૨૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયું છે.
(3:27 PM IST)










