<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

​રાજકોટમાં બિલ્ડીંગ સાઇટ પર થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ખુલ્યો: અજીડેમ પોલીસે ભીલવાસના યાસીન અને બે સગીરને પકડયા

ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. વી. જાધવની સૂચના હેઠળ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ગોહિલની ટીમની કામગીરી: એએસઆઈ આર. ડી. વાંક, હેડકોન્સ. સંજયભાઈ મિયાત્રા અને કોન્સ. મહેશભાઈ કોઠીવાળની બાતમી

​રાજકોટ: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોરાઉ કોપર વાયરો તથા વાહનો સાથે એક પુખ્ત વયના શખ્સ અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાદવ (પૂર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એન.પટેલની સૂચનાથી પીએસઆઈ એસ.વી.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલિંગમાં હતા. 

આ દરમિયાન એ.એસ.આઈ. આર.ડી.વાંક, પો.હેડ.કોન્સ. સંજયભાઈ મિયાત્રા અને પો.કોન્સ. મહેશભાઈ કોઠીવાળને મળેલી સંયુક્ત બાતમીના આધારે રાજકોટ, રણુજા મંદિરની સામે લાપાસરી ગામ તરફ જતા રોડ પરથી આરોપી યાસીન હનીફભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૮, રહે. મોટો ખાટકીવાસ, પારેખ ડેલાની સામે, ઈગલ પેટ્રોલ પંપની બાજુમાં, ભીલવાસ સામે, રાજકોટ) તથા બે બાળ કિશોરોને ચોરાઉ મુદ્દામાલ સાથે દબોચી લેવાયા હતા. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી હતી કે, આ મુદ્દામાલ તેઓએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીતલ પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી હોસ્પિટલના બિલ્ડિંગમાંથી ચોર્યો હતો, જે અંગે યુનિ. પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે વર્ધી લખાવી જાણ કરવામાં આવી છે. પોલીસે આ કામગીરી દરમિયાન કુલ ૨,૪૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, 

જેમાં આશરે ૩૩ કિલોગ્રામ કોપરના વાયરો કિંમત ૫૦,૪૦૦, એક બજાજ કંપનીની ઓટો રિક્ષા GJ-03-CV-0841, કિંમત ૧,૫૦,૦૦૦ અને એક્ટિવા નં. GJ-03-FP-0121, કિંમત ૪૦,૦૦૦નો સમાવેશ થાય છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોહિલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રવિભાઈ ડી. વાંક, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ચિરોડીયા, હિતેશભાઈ અગ્રાવત, ભરતભાઈ જોગીયા, દેવાંગભાઈ પાલા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ મિયાત્રા તથા આકાશભાઈ સોલંકી, અને પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઈ કોઠીવાળ, મનીષભાઈ શિરોડીયા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ પરમાર તથા પ્રતિકભાઈ બોરસદીયાએ કરી છે.

(5:55 PM IST)