<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

કોર્પોરેશન ચૂંટણીઃ હવે ત્રીપાંખીયો જંગઃ ભાજપ-કોંગ્રેસ-આપના ર૩૬ ઉમેદવારો મેદાનમાં: વોર્ડ નં. ૪માં ર EVM રહેશે

૧ર અપક્ષ ઉમેદવારો પણ જંગમાં: આજથી બેલેટ પેપરો છાપવાના શરૂ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં ગઇકાલે ૬ ફોર્મ પાછી ખેંચાતા હવે ત્રિપાખીઓ જંગ નિશ્ચિત બન્યો છે, ભાજપના ૭ર, કોંગ્રેસના ૭ર, આપના ૬૯, બસપાના-૯, એનસીપી-૧, અને ૧ર-અપક્ષો મેદાનમાં છે, ૭ર બેઠકો માટે કુલ ર૩૬ ઉમેદવારો વચ્ચે જંગ જામશે, શહેરના કુલ ૯ લાખ ૮પ હજાર ૯૮ર મતદારો તા. ર૬ મીએ મતદાન કરશે, દરેક વોર્ડના આર.પી.-એઆરઓ દ્વારા આજથી બેલેટ પેપરો છાપવાનું શરૂ કરાયું છે, ૩૦૦ જેટલા સર્વિસ વોટરો છે, તેમને આજે બેલેટ મોકલાશે.

વોર્ડ વાઇઝ ઉમેદવારો જોઇએ તો વોર્ડ નં. ૧-૧૩ ઉમેદવારો, વોર્ડ નં. ર, -૧૩, વોર્ડ નં. ૩, ૧૪, વોર્ડ નં. ૪-૧૭, વોર્ડ નં. પ-૧ર, વોર્ડ નં. ૬,-૧ર, વોર્ડ નં. ૭, -૧ર, વોર્ડ નં. ૮,-૧૪, વોર્ડ નં. ૯,-૧ર, વોર્ડ નં. ૧૦,-૧૩, વોર્ડ નં. ૧૧,-૧૪, વોર્ડ નં. ૧ર,-૧ર, વોર્ડ નં. ૧૩,-૧૪, વોર્ડ નં. ૧૪,-૧ર, વોર્ડ નં. ૧પ,-૧૪, વોર્ડ નં. ૧૬,-૧ર, વોર્ડ નં. ૧૭,-૧૩, અને વોર્ડ નં. ૧૮,-૧૩, ઉમેદવારો છે, વોર્ડ નં. ૪માં ૧૭ ઉમેદવારો હોય બે ઇવીએમ મૂકવા પડશે, જબરી રાજકીય ઉતેજના છવાઇ છે.

(11:31 AM IST)