તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ આ વખતે ર૦૦ મતદાન મથકોનો વધારો મતદાર સ્લીપ-બેલેટ પેપરો-પોસ્ટલ મતપત્રોનું છાપકામ શરૂ
કુલ ૧૦૧૪ મતદાન મથકોઃ ખાસ મહિલા મતદાન મથકોની બાદબાકીઃ દરેક મતદાન મથક ઉપર ORS-પાણી-છાંયડાની ખાસ વ્યવસ્થા : કુલ ૯ લાખ ૮૯ હજાર મતદારોઃ દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થાઃ મતદાન મથક દીઠ ૩૦ હજારના ખર્ચની મર્યાદા

રાજકોટ, તા. ૧૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થઈ જતા મતદાન સ્લીપનું છાપકામ શરૂ થય ગયુ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ઈવીએમ બેલેટ પેપર, ટેન્ડર બેલેટ પેપર અને પોસ્ટલ મત પત્રોનુ છાપ કામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈવીએમ તૈયાર કરવામાં આવશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાના બેલેટ પત્રો સરકારી પ્રેસમાં છાંપવામાં આવશે જયારે જિલ્લા અને તાલુકા પંચાયતના બેલેટ પેપર એજન્સીમાં છપાશે, તેમ કલેકટર ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારોને જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ અને આપની સાથોસાથ અનેક અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે જે તમામને પાર્ટી ચિહન પણ આપી દેવામાં આવ્યા છે.
નાગરીકો પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગળત્તિના સચોટ સંદેશા સાથેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાનું કલેકટરે ઉમેર્યુ હતું.
મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૧૦૧૪ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે ૨૦૦ મતદાન મથકોનો વધારો કરવામાં આવ્યો છે કેમ કે, એક મતદાન મથક પર ૧૨૦૦ મતદારનો ક્રાઈટ એરિયા રાખવામાં આવ્યો છે. અમુક વોર્ડમાં ૩૦૦ થી ૪૦૦ મતદારો જયારે ઘણા મથક એવા છે જેમાં ૧૨૦૦થી વધુ મતદારો છે. ચૂંટણીને લઇ શહેરના કેનાલ રોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખાના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતેથી આજે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. જે સીલ કરી પોલીસ પ્રોટેકશન સાથે અલગ રિસીવીંગ ડીસપેચીંગ સેન્ટર મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમીને ધ્યાને રાખી તમામ મતદાન મથકો પર પાણી-ઓઆરએસ અને મતદારો છાયડાં નીચે ઉભા રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં કુલ ૯ લાખ ૮૯ હજાર મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે, મતદાન મથકો ઉપર દિવ્યાંગ મતદારો માટે ખાસ કેમ્પની વ્યવસ્થા કરાઇ રહી છે, આ વખતે મહિલા મતદાન મથકોની બાદબાકી કરી નખાઇ છે, તો ખાસ આકર્ષણ બની રહે તેવા મતદાન મથકોનો છેદ ઉડી ગયો છે, બૂથ દીઠ ખર્ચની ૩૦ હજારની મર્યાદા હોય તંત્ર આ બન્ને બાબતો અંગે કોઇ ખર્ચ નહિ કરે.
(2:14 PM IST)










