તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 5th June 2026
કોર્પોરેશને અત્યાર સુધી ૧૩૭.૪૧ રૂપિયે લીટર ડીઝલ ખરીદયુ, હવે ૯૭.૯ર રૂપિયે લીટર ખરીદશે
કરોડો રૂપિયા ખર્ચાયા પછી સત્તાધીશોને ‘ધ્યાને' આવ્યું : સ્ટેન્ડીંગમાં અરજન્ટ દરખાસ્ત દર મહિને ૩૯ લાખની બચત થશે. ગાડીઓમાં રોજ ૩ હજાર લીટર વપરાશ હતો : નવા પદાધિકારીઓની પ્રજાલક્ષી કામગીરી

,તા.૫: વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણના ભાવમાં થયેલા સતત વધારાના કારણે રાજકોટ મહાનગરપાલિકા પર વધારાનું આર્થિક ભારણ આવી રહ્યું છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી ઓઈલ કંપની આઈઓસીએલ પાસેથી કન્ઝ્યુમર રેટ મુજબ ડીઝલની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે દૈનિક લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.
નવી બોડીની આજે મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરકસરને પ્રાથમિકતા આપતાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કન્ઝ્યુમર રેટના બદલે બજાર ભાવથી ડીઝલની ખરીદી કરવા માટે કમિશનરને અધિકળત કરવાની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાનના કરકસરના આહ્વાનને અનુસરી ૨૦ ટકાથી ઓછું કામ થયેલા પ્રોજેક્ટોને હાલ પૂરતા હોલ્ડ પર રાખવા અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે પત્ર્રકારોએ વિસ્તૃત માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ૧૧ વર્ષથી પોતાનો કન્ઝ્યુમર પંપ ધરાવે છે. જેના કારણે રિટેલ રેટના બદલે ઓઈલ કંપની પાસેથી કન્ઝ્યુમર રેટ મુજબ ડીઝલ ખરીદવું પડે છે.
હાલ આઈઓસીએલનો કન્ઝ્યુમર રેટ પ્રતિ લિટર રૂ. ૧૩૭.૪૧ છે, જ્યારે રિટેલ ભાવ રૂ. ૯૭.૭૨ પ્રતિ લિટર છે. એટલે કે પ્રતિ લિટર રૂ. ૩૯.૬૯નો સીધો તફાવત પડે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના સરેરાશ વપરાશ મુજબ મહાનગરપાલિકામાં દરરોજ આશરે ૩,૨૮૧ લિટર ડીઝલનો વપરાશ થાય છે. આ રીતે કન્ઝ્યુમર રેટથી ડીઝલ ખરીદવાને કારણે મહાનગરપાલિકાને દર મહિને અંદાજે રૂ. ૩૯ લાખનો વધારાનો ખર્ચ સહન કરવો પડે છે.
તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા સ્વાયત સંસ્થા હોવાથી કરકસર અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ખરીદી સંબંધિત નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. આથી હવે બજાર ભાવથી ડીઝલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવા કમિશનરને અધિકળત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
ર૦૧૪ ઓછા પ્રગતિશીલ પ્રોજેકટને હાલ બ્રેક
થોડા દિવસો અગાઉ મેયર ડો. નેહલ શુક્લાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરકસરના ભાગરૂપે જે પ્રોજેક્ટોમાં ૨૦ ટકાથી ઓછું કામ થયું હોય તેને હોલ્ડ પર રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ નિર્ણયને આગળ વધારતા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં અરજન્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તમામ વિભાગીય અધિકારીઓને પોતાના પ્રોજેક્ટોની સમીક્ષા કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. હાલ પૂરતા ઓછા પ્રગતિવાળા પ્રોજેક્ટોને સ્થગિત રાખવામાં આવશે, જ્યારે શહેરના વિકાસ અને જનહિત સાથે સીધા સંકળાયેલા પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટોને જ આગળ વધારવામાં આવશે.
સેક્રેટરી તરીકે ડો. એચ.પી. રૂપારેલિયાની પુનઃ નિયુકિત
રાજકોટ મહાનગરપાલિકા ફરી સેક્રેટરી તરીકે ડો. એચ.પી. રૂપારેલિયાની નિયુકતી કરવામાં આવી છે. અગાઉની ટર્મ દરમિયાન તેમને સેક્રેટરી શાખામાંથી કાઢીને કમિશનરના હવાલે મૂકવામાં આવ્યા હતા. હાલ તેઓ ઈસ્ટ ઝોન કચેરીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
નવી બોડી કાર્યરત થયા બાદ ગત ૨૮ મેના રોજ તેમણે પોતાની મૂળ જગ્યાએ પ્રતિનિયુક્તિ આપવા અરજી કરી હતી. આ અરજીને ધ્યાનમાં રાખી આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
દરખાસ્તને મંજૂરી મળતા ડો. એચ.પી. રૂપારેલિયાની તાત્કાલિક અસરથી સેક્રેટરી તરીકે પુનઃનિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(3:24 PM IST)










