તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
જંગલેશ્વરના મેગા ડિમોલિશનમાં ભ્રષ્ટાચારની આશંકા : કોંગ્રેસનો આક્ષેપ
તપાસ કયાં પહોંચી અને જવાબદારો સામે શું કાર્યવાહી થઇ ? સમગ્ર અહેવાલ જાહેર કરવા વિપક્ષના કોર્પોરેટરોની મ્યુનિ. કમિશનરને રજૂઆત : આંદોલનની ચિમકી

રાજકોટ, તા. ર૪ : રાજકોટ, તા. ર૪ : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૬માં જંગલેશ્વરના નદીકાંઠાના વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ તેમજ કામગીરીમાં કથિત ગેરરીતિઓ અંગે કોંગ્રેસના કોર્પોરેટરોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તપાસની વર્તમાન સ્થિતિ અને સમગ્ર અહેવાલ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે કોંગી કોર્પોરેટરોએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ, મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેના માટે અપાયેલી વિવિધ મંજૂરીઓ અંગે અગાઉથી ગંભીર પ્ર‘ો ભા થયા હતા. સમગ્ર મામલાની તપાસ માટે મહાનગરપાલિકાના એસઆઈટીની રચના કરવાની વાત કરવામાં આવી હતી. જોકે, લાંબો સમય પસાર થયા પછી પણ રાજકોટની જનતાને તપાસ અંગે કોઈ સ્પષ્ટ અને સત્તાવાર માહિતી મળી નથી.
રજૂઆતમાં પૂછવામાં આવ્યું છે કે એસઆઈટી દ્વારા ખરેખર તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ? તપાસ પૂર્ણ થઈ હોય તો તેનો અહેવાલ હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી? જો તપાસ પૂર્ણ નથી થઈ તો વિલંબ પાછળનું કારણ શું છે અને તપાસ કયારે પૂર્ણ થશે? કોંગ્રેસી કોર્પોરેટરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ પ્રકરણમાં કાચા કાગળો, નાસ્તા-ભોજન, મિનરલ વોટર અને મીઠાઈ સહિતના ખર્ચનાં બિલો અંગે પણ ગંભીર સવાલો ભા થયા હતા. આ બિલોની ખરાઈ કરવામાં આવી છે કે નહીં અને સરકારી નાણાંનો નિયમસર ઉપયોગ થયો છે કે કેમ તે અંગે જનતાને સ્પષ્ટતા મળવી જરૂરી છે.
જો તપાસમાં કોઈ અધિકારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય સંબંધિત વ્યક્તિની ગેરરીતિ સામે આવી હોય તો જવાબદારો સામે તાત્કાલિક નિયમસર અને કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. સાથે જ, ગેરરીતિ સાબિત થઈ હોય તો તેની સંપૂર્ણ વિગતો અને સંબંધિત બિલોની પ્રમાણિત નકલો જાહેર કરવા જણાવાયું છે.કોંગ્રેસી કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે રાજકોટની જનતા માત્ર તપાસના વાયદા સાંભળવા માગતી નથી, પરંતુ તપાસનું પરિણામ અને સત્ય જાણવા માગે છે. પ્રજાના નાણાંના દુરુપયોગના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને અહેવાલ જાહેર કરવો એ મહાનગરપાલિકાની જવાબદારી છે.આથી મેગા ડિમોલિશન મામલે થયેલા સમગ્ર ખર્ચ, મંજૂરીઓ, બિલોની ચકાસણી, તપાસની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર અહેવાલ જાહેર કરવાની માગ સાથે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(3:54 PM IST)










