<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

દિવાળી પહેલા સીપીની ગીફટઃ ૨૬ હેડકોન્‍સ.ને એએસઆઇ અને ૩૦ કોન્‍સ.ને હેડ કોન્‍સ.ની બઢતી

મોટાભાગના પોલીસ સ્‍ટાફને ફરજના સ્‍થળે જ નિમણુંકઃ અમુક પોલીસમેનને અન્‍ય સ્‍થળે મુકાયાઃ પોલીસબેડામાં ખુશી

રાજકોટ, તા.૨૯: રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્‍સટેબલ કે જેમણે સીસીસી પરિક્ષા પાસ કરેલી હોય તેને એએસઆઇ તરીકે બઢતી અપાઇ છે. જયારે કોન્‍સ્‍ટેબલોને હેડ કોન્‍સ્‍ટેબલ  તરીકે બઢતી અપાઇ છે. દિવાળી પહેલા બઢતીના પગલે પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઇ છે.

જેમને હેડ કોન્‍સ થી એએસઆઇ તરીકે બઢતી અપાઇ છે તેમાં તાલુકા પોલીસ મથકના કોૈશન્‍દ્રસિંહ ઝાલા માલવીયા નગરના  મહેશભાઇ રૂદાતલા, ટ્રાફિક શાખાના હેમંતભાઇ તલાથીયા, કમલેશભાઇ મકવાણા, યુનિ. એટેચ ૧૧૨ જનરક્ષકના દિપકભાઇ જાદવ, યુનિવર્સિટીના કિરણબેન પરમાર, યુનિ. એટેચ ખાસ શાખાના વિજયભાઇ ટુંડીયા, આજીડેમના અજયભાઇ વિકમા, પ્ર.નગરના નિલેશભાઇ કુગશીયા, હેતલ રામાણી, સુમીતાબેન ડાંગર, પુર્વીબેન પાટડીયા, પ્રીતીબા ગોહીલ, ખાસ શાખાના પુનમ સુવીયા, મહિલા પોલીસના ગીતાબેન પરમાર, એસીપી દક્ષીણ વિભાગ કચેરીના જયદિપસિંહ ચુડાસમા, ડીસીપી ઝોન-૧ કચેરીના ભરતભાઇ વાઘેલા, એરપોર્ટના પ્રવિણસિંહ ઝાલા, ડીસીબીના ગીરીરાજસિંહ જાડેજા, માલવીયાનગરના અરૂણભાઇ ચાવડા, ભકિતનગરના મહમદતાલીબ ચાજીયા, થોરાળાના હિતેષભાઇ કોઠીવાળ, એ-ડીવીઝનના લલીતભાઇ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના જીજ્ઞેશભાઇ મારૂ અને ગાંધીગ્રામ એટેચ પヘીમ વિભાગ શબાનાબેન બેલીમનો સમાવેશ થાય છે. જે પૈકી યુનિ.એટેચ ખાસ શાખાના વિજયભાઇ ટુંડીયાને ખાસ શાખામાં અને ડીસીબીના ગીરીરાજસિંહ જાડેજાને તાલુકા પોલીસ મથકમાં મુકાયા છે.

જયારે કોન્‍સ્‍ટેબલથી હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે બઢતી પામેલામાં યુની.ના અમીનભાઇ કરગથરા, હરેશ્વરીબા પરમાર, ભકિતનગર યોગીરાજસિંહ જાડેજા, અમરભાઇ શીયાળ, રીંકલ મોલીયા, જયશ્રી ડાંગર, નશીમ ખલીફા, સુજાતા પરમાર, એરપોર્ટના પંકજભાઇ માળી, બી-ડીવીઝનના તુષારભાઇ મહેતા, એ-ડીવીઝનના સુધાબેન બારૈયા, સંગીતાબેન રાઠોડ, શીલ્‍પાબેન બારૈયા, રશ્‍મીતા ગઢીયા, તાલુકાના ભુમીકાબેન સોલંકી, પ્ર.નગરના એકતા રાઠોડ, હીના બાવળા, મહિલા પોલીસના વિમલકુમારી પ્રસાદ, મેઘના ગોહિલ, પુનમ બોરીચા, ઇઓડબલ્‍યુ એટેચ ડીસીબીના શિલ્‍પાબેન વીરજા, મુખ્‍ય મથક એટેચ ડીસીબીના નૈના ખાભલીયા, ટ્રાફીક શાખાના પ્રીતી ચાવડા, ટ્રાફિક શાખા એટેચ થોરાળાના કાજલ વઘેરા, ગ્રાંધીગ્રામ હિના મકવાણા, થોરાળાના પુનમ વાઘેલા, માલીવયાનગરના નયના પરમાર અને ટ્રાફિક શાખા એટેચ યુનિ.ના ધારા મેઘાણીનો સમાવેશ થાય છે

(3:37 PM IST)