<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સુમધુર ગીતોના સર્જક : શૈલેન્‍દ્ર (અંતરંગ વાતો) સ્‍મૃતિ દિવસઃ ૧૪/૧૧

હે સબસે મધુર વહ ગીત...

ફિલ્‍મ ઉદ્યોગના મહાન ગીતકાર શાયર તથા કવિ સ્‍વ. શૈલેન્‍દ્રજીનો સ્‍મૃતિ દિવસ (તિથિ) તા.૧૪/૧૧ના રોજ આવનાર છે. ત્‍યારે તેમના જીવનની અંતરંગ વાતોથી તેમને અંજલી આપીશું. તેમનું મૂળ નામ શંકરસિંહ કેસરીસિંહ ફિલ્‍મ જગતે શૈલેન્‍દ્ર નામ આપ્‍યું. શંકર-જયકિશન સંગીતકાર બેલડી માટે તેમને વધુ કામ કર્યું. અન્‍ય કેટલાક સંગીતકારો માટે પણ ગીતો લખ્‍યા.

 શૈલેન્‍દ્રજીએ  શરૂઆતમાં રેલવેમાં નોકરી કરી નાની રૂમમાં રહ્યા, નોકરી દરમિયાન કવિતા,શેર-શાયરી લખતા રહ્યા. એકવાર મુંબઈના પરેડ ગ્રાઉન્‍ડમાં એક મહેફિલમાં તેમણે પોતાની કવિતા સંભળાવી. આ વખતે રાજ કપૂર પણ ત્‍યાં હાજર હતા. તેમણે પણ શૈલેન્‍દ્રજીની રચના સાંભળેલી. તેમણે શૈલેન્‍દ્રજીને બોલાવીને ફિલ્‍મોમાં ગીતો લખવાનું આમંત્રણ આપ્‍યું પરંતુ  શૈલેન્‍દ્રએ તે સ્‍વીકાર્યું નહીં. આ વાતને કેટલાક સમય વીતી ગયો શૈલેન્‍દ્રજીને ત્‍યાં પુત્ર રત્‍નની પ્રાપ્તિ થઈ. ઘર પરિવારની જવાબદારી તથા ખર્ચ વધતા તેઓ છેવટે રાજ કપૂરને મળ્‍યા તે સમયે રાજ કપૂરે સહાય તરીકે રૂપિયા ૫૦૦ શૈલેન્‍દ્રને આપ્‍યા અને કહ્યું કે હાલમાં તો એક પણ ફિલ્‍મ નથી. ‘‘આગ'' બની ગઈ છે. હવે પછીની ફિલ્‍મના ગીતો માટે તમોને કહીશું સમય જતા જતા શૈલેન્‍દ્ર  ધીમે ધીમે ફિલ્‍મ લાઈન તરફ વળ્‍યા અને સંઘર્ષના દિવસો શરૂ થયા. ઘણી જ મહેનત પછી તેમને થોડું થોડું કામ મળવાની શરૂઆત થઈ.

શૈલેન્‍દ્રને ટાઈ-બેલ્‍ટ પહેરવું ફાવતું નહીં ટાઈ બાંધવા માટેના સાળા સુશીલ મદદ કરતા. આમ તો તેમનો પહેરવેશ સાદગી ભર્યો જ રહેતો તેમનો સ્‍વભાવ ઉદાર તથા મળતાવળ હતો. મિત્રોને હંમેશા મદદ કરતા. જોકે સરળ સ્‍વભાવનો તેમના મિત્રોએ ફાયદો પણ ઉઠાવેલો.

શૈલેન્‍દ્ર માર્કસવાદી હતા. તેઓ સ્‍વાભિમાન હતા અને દેશદાઝ પણ ઘણીજ  ધરાવતા હતા. તેમને અન્‍યાય જરા પણ પસંદ ન હતો. તેમની ભાષાની સરળતા અદભુત હતી. ફિલ્‍મ ‘‘સંગમ''નું ગીત ‘‘ઓ મેરે સનમ'' રેકોર્ડ થતું હતું ત્‍યારે તેમને શંકા હતી કે આ ગીત બહુ જામશે નહીં પરંતુ આ જ ગીત બહુ જ લોકપ્રિય થયું હતું.

તેઓ આર.ડી બર્મન સાથે એકવાર જુહુ દરિયા કિનારે ગયેલા આર.ડી.એ તેમને દરિયા કિનારે જ ગીત રચવા કહ્યું એ કહ્યું.  શૈલેન્‍દ્રજી કહ્યું કે આ માટે મૂળ આવવો જોઈએ ત્‍યારબાદ રાહુલ દેવે એક બાકાસ મંગાવી અને બાકસ પર જ તાલ વગાડ્‍યો એ વખતે પૂનમની રાત હતી અને કવિએ ગીત બનાવ્‍યું ‘‘ખોયા ખોયા ચાંદ'' આ ગીતના સંગીતકાર હતા સ્‍વ. સચિન દવે બર્મન આર. ડી તેમના સહાયક હતા શૈલેન્‍દ્ર   ઘણીવાર કાર ચલાવતા ચલાવતા પણ ગીતો રચતા. એકાદ બે વાર અકસ્‍માત થતો રહી ગયેલો.

ગીતકાર તરીકે તેઓ ખૂબ જ સફળ અને લોકપ્રિય રહ્યા તેમણે કેટલીક ફિલ્‍મોમાં ભૂમિકા પણ કરી ‘‘નયા ઘર'' ‘‘શ્રી ૪૨૦'' ‘‘બરસાત''  અને  ‘‘બુટ પોલીસ''માં તેમણે   કામ કર્યું ‘‘બુટ પોલીસ'' નું ગીત ‘‘ચલી કોન સે દેશ ગુજરીયા તુ સજ તજ કે'' તેમની ઉપર ફિલ્‍માવાંયુ હતું. શૈલેન્‍દ્ર એ ગીતોને ઊંચાઈ તથા ગરિમા આપી. ‘‘તીસરી કસમ'' ફિલ્‍મને રાષ્ટ્રપતિનો એવોર્ડ મેળેલો પરંતુ તેઓ તે લેવાના રહ્યા. શૈલેન્‍દ્રજીને સોયરાઇસીસની  બીમારી થયેલ અને ૧૪/૧૧/૬૬ ના રોજ તેમનું અવસાન થયું. (જન્‍મ ૩૦ /૮ /૨૧) ‘‘જીના યહા  મરના યહાં'' તેમના પુત્ર શૈલી શૈલેન્‍દ્રએ પુર્ણ કર્યું.

શૈલેન્‍દ્રના યાદગાર ગીતો માંથી કેટલાક

યે રાત ભીગી ભીગી.... ચોરી ચોરી

ઓ જાને વાલે હો સકે તો.... બંદીની

રમૈયા વસતા વૈયા.... શ્રી ૪૨૦

બરસાતમાંૂૂ તાક ધીના ધીન.... બરસાત

આવારા હૂં.... આવારા

રાજા કી આયેગી બારાત....ચાહ

ઠહર જરા ઓ જાને વાલે.... બૂટ પોલીસ

મેરે મન કી ગંગા.... સંગમ

સબ કુછ સીખા હમને.... અનાડી

મેં તો કબસે ખડી ઇસ પાર.... મધુમતી

ચલી કોન સે દેશ.... બૂટ પોલીસ

હે સબસે મધુર વહ ગીત.... પતીતા

શૈલેન્‍દ્રજીની કલમને નમન

ભરત અંજારિયા

મો.૯૫૧૨૭ ૧૭૮૫૪

(4:14 PM IST)