<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ક્રિકેટના સર્વકાલીન શ્રેષ્‍ઠ ઓલરાઉન્‍ડર સર ગારફિલ્‍ડ (ગેરી) સોબર્સ

ક્રિકેટ જગતે ગુમાવ્‍યા મહાન ખેલાડી : જ્જ૧૯૫૮માં પાકિસ્‍તાન સામે સોબર્સે તેમની પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારી અણનમ ૩૬૫ રન બનાવ્‍યા અને એક ઇનિંગમાં સૌથી વધુ વ્‍યક્‍તિગત સ્‍કોરનો નવો રેકોર્ડ સ્‍થાપિત કર્યો હતો. જ્જસોબર્સે વેસ્‍ટ ઈન્‍ડિઝ માટે ૯૩ ટેસ્‍ટ રમી જેમાં ૫૭.૭૮ની સરેરાશથી ૮૦૩૨ રન બનાવ્‍યા અને ૩૪.૦૩ ની સરેરાશથી ૨૩૫ વિકેટ લીધી. ૫,૦૦૦ થી વધુ રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં તે ટેસ્‍ટ ક્રિકેટમાં પાંચમા ક્રમે રહ્યા. જ્જ૧૯૫૩માં ૧૬ વર્ષની ઉંમરે બાર્બાડોસ ક્રિકેટ ટીમ માટે ફર્સ્‍ટ-ક્‍લાસ ડેબ્‍યૂ કર્યું હતું અને તે પછીના વર્ષે વેસ્‍ટ ઇન્‍ડીઝ માટે ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું. જ્જ૧૯૬૮માં ઇંગ્‍લેન્‍ડની કાઉન્‍ટી ક્રિકેટ દરમિયાન એક જ ઓવરમાં સતત છ છગ્‍ગા ફટકારી સર ગેરી સોબર્સે નવો ઇતિહાસ રચ્‍યો હતો. જ્જરમતગમત ઉપરાંત તેમને ગોલ્‍ફનો ખાસ શોખ હતો અને તેમણે ક્રિકેટ પર બાળસાહિત્‍ય પણ લખ્‍યું હતું.

રાજકોટઃ વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્‍ડર તરીકે ઓળખાતા વેસ્‍ટ ઈન્‍ડિઝના મહાન ક્રિકેટર સર ગારફિલ્‍ડ ‘ગેરી' સોબર્સનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વેસ્‍ટ ઈન્‍ડિઝ ક્રિકેટ બોર્ડે તેમના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડો, પૂર્વ ખેલાડીઓ તથા ચાહકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજાલિ અર્પી છે. વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં જો કોઈ એક ખેલાડીને સંપૂર્ણ ક્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે તો તે છે સર ગારફિલ્‍ડ સેન્‍ટ ઓબ્રન (ગેરી) સોબર્સ. તેમની બેટિંગ, બોલિંગ, ફિલ્‍ડિંગ અને નેતૃત્‍વ ચારેય ક્ષેત્રોમાં અસાધારણ પ્રદર્શનને કારણે તેઓ આજે પણ ક્રિકેટના સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્‍ડર તરીકે સ્‍વીકારાયેલા છે. લગભગ બે દાયકાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે એવા રેકોર્ડ સ્‍થાપ્‍યા જે પેઢીઓ સુધી પ્રેરણારૂપ રહ્યા.

સર ગારફિલ્‍ડ સોબર્સનો જન્‍મ ૨૮ જુલાઈ, ૧૯૩૬ના રોજ કેરિબિયન ટાપુ દેશ બાર્બાડોસના બ્રિજટાઉનમાં થયો હતો. તેમનું સંપૂર્ણ નામ ગારફિલ્‍ડ સેન્‍ટ ઓબ્રન સોબર્સ હતું. તેઓ છ ભાઈ-બહેનોમાં પાંચમા સંતાન હતા. બાળપણમાં જ તેમના પિતાનું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમુદ્રી હુમલામાં અવસાન થયું જેના કારણે પરિવાર આર્થિક મુશ્‍કેલીઓમાંથી પસાર થયો. નાની ઉંમરથી જ સોબર્સને ક્રિકેટ, ફૂટબોલ, બાસ્‍કેટબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં રસ હતો. તેમની કુદરતી રમતગમતની પ્રતિભા બાળપણથી જ સ્‍પષ્ટ દેખાતી હતી. તેમણે અને તેમના સમાન પ્રતિભાશાળી ભાઈ ગેરાલ્‍ડે તેમની બે સ્‍ટ્રીટ બોયઝ સ્‍કૂલ ટીમને સતત ત્રણ વર્ષ સુધી પ્રાથમિક શાળા ઇન્‍ટર-સ્‍કૂલ ક્રિકેટ ચેમ્‍પિયનશિપ જીતવામાં મદદ કરી. ૧૩ વર્ષની ઉંમરે તેમને બે સ્‍થાનિક ક્રિકેટ ટીમો માટે રમવા માટે ભરતી કરવામાં આવ્‍યા. બાર્બાડોસ ક્રિકેટ લીગમાં કેન્‍ટ સેન્‍ટ ફિલિપ ક્‍લબ અને બાર્બાડોસ ક્રિકેટ એસોસિએશનમાં બે લેન્‍ડ ખાતે સ્‍થિત વાન્‍ડરર્સ ક્‍લબ કેન્‍ટ સેન્‍ટ ફિલિપના કેપ્‍ટન ગાર્નેટ એશ્‍બીએ તેમને કહ્યું કે આ મોટા છોકરાઓ સાથે ક્રિકેટ રમવાની તેમની તક છે.

ગેરી સોબર્સે ૧૯૫૩માં ૧૬ વર્ષની ઉંમરે બાર્બાડોસ ક્રિકેટ ટીમ માટે ફર્સ્‍ટ-ક્‍લાસ ડેબ્‍યૂ કર્યું હતું અને તે પછીના વર્ષે વેસ્‍ટ ઇન્‍ડીઝ માટે ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું. મૂળ રીતે બોલર તરીકે રમતા તેમને ટૂંક સમયમાં બેટિંગ ક્રમમાં બઢતી આપવામાં આવી હતી. ૧૯૫૮માં પાકિસ્‍તાન સામે સોબર્સે તેમની પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારી અણનમ ૩૬૫ રન બનાવ્‍યા અને એક ઇનિગમાં સૌથી વધુ વ્‍યક્‍તિગત સ્‍કોરનો નવો રેકોર્ડ સ્‍થાપિત કર્યો હતો. ૧૯૯૪ માં બ્રાયન લારાએ ૩૭૫ રન બનાવ્‍યા ત્‍યાં સુધી તેમનો રેકોર્ડ તૂટી શક્‍યો ન હતો. સોબર્સને ૧૯૬૫ માં વેસ્‍ટ ઇન્‍ડીઝના કેપ્‍ટન બનાવવામાં આવ્‍યા હતા જે ભૂમિકા તેમણે ૧૯૭૨ સુધી નિભાવી હતી. તેમણે ૧૯૭૦ના ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ દરમિયાન રેસ્‍ટ ઓફ ધ વર્લ્‍ડ ઇલેવનનું પણ નેતૃત્‍વ કર્યું હતું. એકંદરે સોબર્સે વેસ્‍ટ ઈન્‍ડિઝ માટે ૯૩ ટેસ્‍ટ રમી જેમાં ૫૭.૭૮ ની સરેરાશથી ૮૦૩૨ રન બનાવ્‍યા અને ૩૪.૦૩ ની સરેરાશથી ૨૩૫ વિકેટ લીધી. ૫,૦૦૦ થી વધુ રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં તે ટેસ્‍ટ ક્રિકેટમાં પાંચમા ક્રમે રહ્યા.

સોબર્સે નેટ પ્રેક્‍ટિસ દરમિયાન વેસ્‍ટ ઈન્‍ડિઝના ટેસ્‍ટ ખેલાડી ડેનિસ એટકિન્‍સન સહિત વાન્‍ડરર્સના બેટ્‍સમેનોને બોલિંગ કરીને મૂલ્‍યવાન અનુભવ મેળવ્‍યો, અને ટૂંક સમયમાં ડાબા હાથના સ્‍પિન બોલર તરીકે નોંધપાત્ર કૌશલ્‍ય વિકસાવ્‍યું હતું. તેમની કારકિર્દી માટે વધુ મહત્‍વપૂર્ણ તેમની નજર BCL ફર્સ્‍ટ ડિવિઝનમાં પોલીસ ટીમના કેપ્‍ટન ઇન્‍સ્‍પેક્‍ટર વિલ્‍ફ્રેડ ફાર્મર દ્વારા તેમના પર પડી. ફાર્મરે તેમને ૧૯૫૧-૫૨ સીઝન માટે પોલીસ ટીમમાં સ્‍થાન આપ્‍યું જ્‍યારે સોબર્સ હજુ માત્ર ૧૫ વર્ષના હતા. ૧૯૫૨-૫૩ સીઝનમાં સોબર્સને બ્રિજટાઉનના કેન્‍સિંગ્‍ટન ઓવલ ખાતે ભારતીય પ્રવાસી ટીમ સામે કોલોનીની ટૂર મેચ માટે બાર્બાડોસ ટ્રાયલ્‍સમાં આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. શરૂઆતમાં ૧૨મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્‍યા હતા જ્‍યારે ફ્રેન્‍ક કિગ ઈજાને કારણે ખસી ગયા ત્‍યારે તેમને ડ્રોફટ કરવામાં આવ્‍યા હતા. સોબર્સે ૩૧ જાન્‍યુઆરી ૧૯૫૩ ના રોજ ૧૬ વર્ષની ઉંમરે પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો. નવમા ક્રમે બેટિગ કરતા તેમણે તેમની એકમાત્ર ઇનિગ્‍સમાં અણનમ સાત રન બનાવ્‍યા પરંતુ બોલર તરીકે તાત્‍કાલિક છાપ છોડી ૪/૫૦ અને ૩/૯૨ વિકેટ લીધી હતી. સોબર્સ  ૧૭ વર્ષના થયા ત્‍યારે તેમણે પ્રવાસી ટીમ સામે ફરી એકવાર પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો અને મેરીલેબોન ક્રિકેટ ક્‍લબ સામે પાંચમા ક્રમે બેટિંગ કરી ૪૬ અને ૨૭ રન બનાવ્‍યા અને મેચમાં બે વિકેટ લીધી. આ બે મેચમાં તેમનું પ્રદર્શન વેસ્‍ટ ઈન્‍ડિઝ માટે પસંદગી મેળવવા માટે પૂરતું હતું અને તેમનો ત્રીજો પ્રથમ શ્રેણીનો દેખાવ ટેસ્‍ટ ડેબ્‍યૂ હતો.

જ્‍યારે દક્ષિણ આફ્રિકા પર રંગભેદ નીતિને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો ત્‍યારે દક્ષિણ આફ્રિકાના ૧૯૭૦માં ઇંગ્‍લેન્‍ડ અને ૧૯૭૧-૭૨માં ઓસ્‍ટ્રેલિયાના બે આકર્ષક પ્રવાસ રદ કરવામાં આવ્‍યા. ક્રિકેટ સત્તાવાળાઓએ તેના બદલે બે બિનસત્તાવાર ટેસ્‍ટ શ્રેણી રમવા માટે રેસ્‍ટ ઓફ ધ વર્લ્‍ડ ટીમની રચના કરીને પ્રતિક્રિયા આપી અને આ ટીમોમાં કેટલાક અગ્રણી દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનો સમાવેશ થતો હતો. સોબર્સને ઇંગ્‍લેન્‍ડમાં રેસ્‍ટ ઓફ ધ વર્લ્‍ડ ઇલેવન અને ઓસ્‍ટ્રેલિયામાં વર્લ્‍ડ ઇલેવનનું નેતૃત્‍વ કરવા આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. એ વખતે ૧૯૭૦માં ઇંગ્‍લેન્‍ડ સામે રેસ્‍ટ ઓફ ધ વર્લ્‍ડ ઇલેવનનું નેતૃત્‍વ કરતા તેમણે લોર્ડ્‍સ ખાતે પ્રથમ બિનસત્તાવાર ટેસ્‍ટના શરૂઆતના દિવસે પેસ બોલિંગ, બોલ સ્‍વિંગ અને સીમિગ સાથે ૬/૨૧ વિકેટ લીધી હતી. ત્‍યારબાદ તેમણે શાનદાર ૧૮૩ રન બનાવ્‍યા અને બીજા દાવમાં તેમના ડાબા હાથના કાંડા સ્‍પિનનો ઉપયોગ કરીને ઇંગ્‍લેન્‍ડને આઉટ કરવામાં મદદ કરી હતી.

સોબર્સ એક કુદરતી ખેલાડી હતા અને બાર્બાડોસમાં મુખ્‍યત્‍વે લેફટ-બેક (ડિફેન્‍ડર) તરીકે સ્‍પર્ધાત્‍મક સ્‍તરે ફૂટબોલ રમતા હતા. તેમની શારીરિક શક્‍તિ, વ્‍યૂહાત્‍મક જાગૃતિ અને રમતવીરતાએ તેમને એક પ્રચંડ ખેલાડી બનાવ્‍યા. ૧૯૬૮માં ઇંગ્‍લેન્‍ડની કાઉન્‍ટી ક્રિકેટ દરમિયાન નોટિંગહેમશાયર તરફથી રમતાં ગ્‍લેમોર્ગનના બોલર મેલ્‍કમ નેશની એક જ ઓવરમાં સતત છ છગ્‍ગા ફટકારી સર ગેરી સોબર્સે નવો ઇતિહાસ રચ્‍યો હતો. ફર્સ્‍ટ-ક્‍લાસ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બેટ્‍સમેન બન્‍યા હતા. ક્રિકેટના નિષ્‍ણાતો સર ગેરી સોબર્સને માત્ર મહાન બેટ્‍સમેન કે બોલર નહીં પરંતુ રમતના સૌથી સંપૂર્ણ ખેલાડી તરીકે ગણાવે છે. તેઓ ડાબા હાથથી આક્રમક બેટિંગ કરી શકતા હતા સાથે જ ડાબા હાથથી ઝડપી, મીડિયમ પેસ, ઓર્થોડોક્‍સ સ્‍પિન અને ચાઇનામેન જેવી વિવિધ પ્રકારની બોલિંગ કરવાની અનોખી ક્ષમતા ધરાવતા હતા. ફિલ્‍ડિંગમાં પણ તેઓ કોઈપણ સ્‍થાન પર શાનદાર પ્રદર્શન કરતા હતા.

૧૯૭૫માં બ્રિટિશ સરકારે તેમને ‘સર'ની ઉપાધિ આપી હતી. બાદમાં બાર્બાડોસ સરકારે તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન નેશનલ હીરો તરીકે સન્‍માનિત કર્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા દર વર્ષે આપવામાં આવતો શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરનો એવોર્ડ પણ 'સર ગારફિલ્‍ડ સોબર્સ ટ્રોફી' તરીકે ઓળખાય છે. ૧૯૭૫માં તેઓ જીવનચરિત્રાત્‍મક ટીવી શો ધીસ ઇઝ યોર લાઇફ ના વિષય બન્‍યા હતા. ૧૯૯૮ માં બાર્બાડોસના મંત્રીમંડળ દ્વારા તેમને બાર્બાડોસના રાષ્ટ્રીય નાયક બનાવવામાં આવ્‍યા હતા. અને તેથી તેમને માનદ ઉપસર્ગ ધ રાઇટ એક્‍સેલન્‍ટ આપવામાં આવ્‍યો હતો. તેઓ આ સન્‍માન મેળવનારા ફક્‍ત અગિયાર લોકોમાંના એક છે અને બે પ્રાપ્તકર્તાઓમાંના એક છે જેમણે જીવતા રહીને આ સન્‍માન મેળવ્‍યું હતું, બીજા રીહાન્ના છે. સોબર્સે આંતરરાષ્ટ્રીય સ્‍તરે કોચિગ કર્યું હતું. એક વખત શ્રીલંકા સાથે કામ કર્યું હતું. ૨૦૦૩ માં તેમને ઓર્ડર ઓફ ઓસ્‍ટ્રેલિયાના ઓફિસર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમણે દક્ષિણ ઓસ્‍ટ્રેલિયા માટે ઘણી ફર્સ્‍ટ-ક્‍લાસ રમતો રમી હતી. તેમણે બાર્બાડોસ ઉપરાંત ઓસ્‍ટ્રેલિયાના સાઉથ ઓસ્‍ટ્રેલિયા અને ઇંગ્‍લેન્‍ડના નોટિગહામશાયર માટે પણ સફળ ક્રિકેટ રમી હતી. ૧૯૬૫થી ૧૯૭૨ દરમિયાન તેમણે વેસ્‍ટ ઇન્‍ડિઝની કપ્તાની સંભાળી. તેમના નેતૃત્‍વમાં ટીમે અનેક મહત્‍વપૂર્ણ શ્રેણીઓ જીતી અને વિશ્વ ક્રિકેટમાં કેરિબિયન ક્રિકેટને નવી ઊંચાઈએ પહોંચાડ્‍યું.

 ૧૯૬૦ના દાયકામાં તેમનું નામ ભારતીય અભિનેત્રી અંજુ મહેન્‍દ્રુ સાથે પણ જોડાયું હતું. બાદમાં તેમણે ઓસ્‍ટ્રેલિયાની પ્રુડન્‍સ કિર્બી સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો છે. લગ્ન દ્વારા તેમણે ઓસ્‍ટ્રેલિયન નાગરિકત્‍વ પણ મેળવ્‍યું હતું. રમતગમત ઉપરાંત તેમને ગોલ્‍ફનો ખાસ શોખ હતો અને તેમણે ક્રિકેટ પર બાળસાહિત્‍ય પણ લખ્‍યું હતું. સોબર્સે ૧૯૭૪માં ૩૮ વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી. વિઝડને ૧૯૭૫માં ટિપ્‍પણી કરી હતી કે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હતા અને રમત પ્રત્‍યેનો તેમનો ઉત્‍સાહ ઓછો થઈ ગયો હતો.

૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૮૯ વર્ષની વયે સર ગારફિલ્‍ડ સોબર્સનું નિધન થયું. તેમના અવસાનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડ, ખેલાડીઓ તથા ચાહકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજાલિ અર્પણ કરી. સર ગારફિલ્‍ડ સોબર્સનું નામ ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. તેમની સર્વાંગી પ્રતિભા, રમત પ્રત્‍યેનો સમર્પણભાવ અને અદ્વુત સિદ્ધિઓ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાષોત બની રહેશે. વિશ્વ ક્રિકેટે આજે માત્ર એક મહાન ખેલાડી જ નહીં પરંતુ રમતના સાચા દિગ્‍ગજને ગુમાવ્‍યા છે.

ટેસ્‍ટ કારકિર્દીના આંકડા

ટેસ્‍ટ મેચો - ૯૩, રન - ૮,૦૩૨, બેટિંગ સરેરાશ - ૫૭.૭૮, સદી - ૨૬, અર્ધસદી - ૩૦, સર્વોચ્‍ચ સ્‍કોર - ૩૬૫ (નોટઆઉટર્)ં, વિકેટ - ૨૩૫, બોલિંગ સરેરાશ - ૩૪.૦૩, એક ઇનિંગ્‍સમાં પાંચ વિકેટ - ૬ વખત, કેચ - ૧૦૯

પ્રથમ-વર્ગીય ક્રિકેટ

મેચો - ૩૮૩, રન - ૨૮,૩૧૪, સદી - ૮૬, વિકેટ - ૧,૦૪૩ વિશ્વ ક્રિકેટમાં બહુ ઓછા ખેલાડીઓએ ૨૮ હજારથી વધુ રન અને એક હજારથી વધુ વિકેટનો વિરલ ડબલ હાંસલ કર્યો છે.

સન્‍માન અને પુરસ્‍કારો

૧૯૬૪ - વિઝડન ક્રિકેટર ઓફ ધ યર, ૧૯૭૫ - બ્રિટિશ સામ્રાજ્‍ય દ્વારા સર, ૧૯૯૮ - બાર્બાડોસના રાષ્ટ્રીય નાયક , ૨૦૦૦ - વિઝડન ક્રિકેટર ઓફ ધ સેન્‍ચુરી, ૨૦૦૯ - આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ

આઇસીસીનો વર્ષના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરને અપાતો સર ગેરી ફિલ્‍ડ સોબર્સ ટ્રોફિ તેમના નામ પરથી ઓળખાય છે.

શા માટે સોબર્સને સર્વકાલીન મહાન ઓલરાઉન્‍ડર કહેવામાં આવે છે?

વિશ્વસ્‍તરીય ડાબોડી બેટ્‍સમેન, ત્રણ પ્રકારની બોલિગમાં નિપુણતા, અસાધારણ ફિલ્‍ડિંગસફળ કેપ્‍ટન, વિશ્વવિક્રમધારક બેટ્‍સમેન, પ્રથમ-વર્ગીય ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્‍ગા ફટકારનાર પ્રથમ ખેલાડી, ટેસ્‍ટ ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં સ્‍થાન

સર ગારફિલ્‍ડ (ગેરી) સોબર્સ વિશે ૨૦ અજાણી અને રસપ્રદ વાતો

૧. જન્‍મ સમયે તેમના બંને હાથમાં છ-છ આંગળીઓ હતી. પછી વધારાની આંગળીઓ શષક્રિયા દ્વારા દૂર કરવામાં આવી હતી.

૨. તેમના પિતાનું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અવસાન થયું હતું. તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્‍યારે જર્મન યુ-બોટના હુમલામાં તેમના પિતાનું જહાજ ડૂબી ગયું હતું.

૩. શરૂઆતમાં તેઓ બેટ્‍સમેન નહીં, પરંતુ સ્‍પિન બોલર તરીકે વેસ્‍ટ ઇન્‍ડિઝની ટીમમાં પસંદ થયા હતા. પછી તેઓ વિશ્વના મહાન બેટ્‍સમેન બન્‍યા.

૪. તેઓ એકસાથે ત્રણ પ્રકારની બોલિગ કરી શકતા હતા-ડાબોડી ફાસ્‍ટ-મીડિયમ, ડાબોડી ઓર્થોડોક્‍સ સ્‍પિન અને ચાઇનામેન (અનઓર્થોડોક્‍સ) સ્‍પિન. આ ક્ષમતા અત્‍યંત દુર્લભ માનવામાં આવે છે.

૫. ૧૭ વર્ષની ઉંમરે ટેસ્‍ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો, જે તે સમયના સૌથી યુવા વેસ્‍ટ ઇન્‍ડિયન ખેલાડીઓમાંના એક હતા.

૬. તેમની પ્રથમ ટેસ્‍ટ સદી જ વિશ્વ રેકોર્ડ બની. પાકિસ્‍તાન સામેની ૩૬ર્૫ં રનની ઇનિગ્‍સ તેમનું પ્રથમ ટેસ્‍ટ સદી પણ હતી.

૭. તેમનો ૩૬ર્૫ંનો ટેસ્‍ટ રેકોર્ડ ૩૬ વર્ષ સુધી અખંડ રહ્યો, જ્‍યાં સુધી બ્રાયન લારાએ ૧૯૯૪માં તેને તોડ્‍યો નહીં.

૮. ૧૯૬૮માં પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં એક ઓવરમાં સતત છ છગ્‍ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્‍યા હતા.

૯. ૧૯૬૬માં ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ દરમિયાન તેમણે પાંચ ટેસ્‍ટમાં ૭૨૨ રન, ૨૦ વિકેટ અને ૧૦ કેચ લઈને એકલા હાથે શ્રેણી પર છાપ છોડી હતી. આ પ્રદર્શન પછી તેમને ઙ્કખિન્‍ગ છિ્રચ્‍કેતઙ્ઘ કહેવામાં આવ્‍યા.

૧૦. સર ડોન બ્રેડમેને પોતાની ડ્રીમ ઇલેવનમાં સોબર્સને સ્‍થાન આપ્‍યું હતું, જે તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે.

૧૧. તેઓ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ અને બાસ્‍કેટબોલમાં પણ ખૂબ પ્રતિભાશાળી હતા.

૧૨. તેઓ મેદાન પર લગભગ દરેક ફિલ્‍ડિંગ પોઝિશનમાં નિષ્‍ણાત હતા. નજીકની ફિલ્‍ડિંગથી લઈને આઉટફિલ્‍ડ સુધી તેઓ સમાન કુશળતા ધરાવતા હતા.

૧૩. તેમણે માત્ર એક જ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ૧૯૭૩માં ઇંગ્‍લેન્‍ડ સામે રમાયેલી એ જ તેમની એકમાત્ર ઓડી હતી.

૧૪. ૧૯૭૫માં તેમને બ્રિટિશ રાજમુકૂટ તરફથી સરની ઉપાધિ આપવામાં આવી હતી, જ્‍યારે બાદમાં બાર્બાડોસે તેમને નેશનલ હીરો જાહેર કર્યા.

૧૫. ઈછ્‍છનો વર્ષનો શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર એવોર્ડ તેમના નામે શિર ઘર્ફ્‌઼ઇએલ્‍દ શોબેર્સ ટ્રોફય તરીકે આપવામાં આવે છે.

૧૬. ૧૯૬૦ના દાયકામાં તેમનું નામ ભારતીય અભિનેત્રી અંજુ મહેન્‍દ્રુ સાથે પણ જોડાયું હતું.

અદભુત બેટ્‍સમેન, અનોખા બોલર અને વિશ્વસ્‍તરીય ફિલ્‍ડર

સોબર્સ ડાબોડી આક્રમક બેટ્‍સમેન હતા. તેમની બેટિગમાં આક્રમકતા અને કલાત્‍મકતા બંનેનો સુંદર સમન્‍વય જોવા મળતો હતો. તેઓ લાંબી ઇનિગ્‍સ રમવામાં પણ નિપુણ હતા અને જરૂરી સમયે ઝડપથી રન બનાવવાની ક્ષમતા પણ ધરાવતા હતા. ૧૯૫૮માં પાકિસ્‍તાન સામે કિગ્‍સ્‍ટનમાં તેમણે અણનમ ૩૬૫ રન ફટકારીને વિશ્વ રેકોર્ડ સર્જ્‍યો. તે સમયનો ટેસ્‍ટ ક્રિકેટનો સર્વોચ્‍ચ વ્‍યક્‍તિગત સ્‍કોર હતો. આ રેકોર્ડ ૩૬ વર્ષ સુધી યથાવત રહ્યો જ્‍યાં સુધી ૧૯૯૪માં બ્રાયન લારાએ તેને તોડ્‍યો નહોતો.

સોબર્સની સૌથી મોટી વિશેષતા તેમની બોલિંગ હતી. તેઓ માત્ર એક પ્રકારની બોલિગ જ નહોતા કરતા. તેઓ જરૂરિયાત મુજબ ડાબોડી ફાસ્‍ટ-મીડિયમ બોલિગ, ડાબોડી ઓર્થોડોક્‍સ સ્‍પિન, ડાબોડી અનઓર્થોડોક્‍સ (ચાઇનામેન) સ્‍પિન એમ ત્રણેય પ્રકારની બોલિગ કરી શકતા હતા. આ પ્રકારની બહુમુખી પ્રતિભા ક્રિકેટ ઇતિહાસમાં અત્‍યંત દુર્લભ માનવામાં આવે છે.

બેટિંગ અને બોલિંગ ઉપરાંત તેઓ અદ્વુત ફિલ્‍ડર પણ હતા. સ્‍લિપ, કવર, આઉટફિલ્‍ડ કે નજીકના કોઈપણ સ્‍થાન પર તેઓ સમાન કુશળતા સાથે ફિલ્‍ડિંગ કરતા. તેમની ઝડપી પ્રતિક્રિયા અને સુરક્ષિત કેચિગ તેમને સર્વાંગી ખેલાડી બનાવતી હતી.

પ્રશાંત બક્ષી
૭૯૯૦૫૫૮૪૬૯

 

(3:42 PM IST)