તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
૧૫ દિવસમાં ગૂમ થયેલા-ચોરાયેલા ૨૭ મોબાઇલ ક્રાઇમ બ્રાંચે શોધ્યાઃ ‘તેરા તુજકો અર્પણ' હેઠળ મુળ માલિકોને સુપરત
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. એલ. ડામોર, એએસઆઇ ભુપતભાઇ દેસાઇ, કોન્સ. નગ્માબેન સુમરાની ટીમની કામગીરી

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત હવે ક્રાઇમ બ્રાંચે લોકોના ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમને પરત આપ્યા છે. મે મહિનાની ૧૬ તારીખથી ૩૧ તારીખ સુધીમાં એટલે કે પંદર દિવસના ગાળામાં અલગ અલગ ૨૭ લોકોના મોબાઇલ ફોન ખોવાયા, ગૂમ થયા હોઇ પોલીસને જાણ કરી હતી. આ મોબાઇલ શોધવા ક્રાઇમ બ્રાંચની ટીમે ટેકનીકલ સોર્સ, સીઆઇઆરઆઇ પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ કરી લોકેશન મેળવી એક પછી એક ફોન શોધી કાઢયા હતાં. ૪,૭૮,૪૯૯ના આ ૨૭ ફોન શોધીને મુળ માલિકને સુપરત કર્યા હતાં. આમાંથી ૧ ફોન ચોરાયો હોવાનો ગુનો ગાંધીગ્રામ પોલીસમાં દાખલ થયો હતો. ડીસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ. ડામોરના વરદ હસ્તે મોબાઇલ મુળ માલિકોને સોંપવામાં આવ્યા હતા. પોતાના કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો મહત્વનો ડેટા પરત મળતા અરજદારોએ રાજકોટ શહેર પોલીસનો હૃદયપુર્વક આભાર માન્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમા જા, જેસીપી ચૈતન્ય માંડલીકની સુચના અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. એલ. ડામોર, એએસઆઇ ભુપતભાઇ કે. દેસાઇ, કોન્સ. નગ્માબેન સુમરા અને ટેકનીકલ સ્ટાફે આ કામગીરી કરી હતી.
(2:52 PM IST)










