<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ક્રાઇમ બ્રાન્‍ચે બે ચોરને પાસામાં ધકેલ્‍યા

બાઇકચોર ગોપાલ માલકીયાને અને ઓટો રીક્ષામાં પેસેન્‍જરના ચેઇનની ચોરી કરતા સુનીલ સોલંકીને સુરત જેલમાં ધકેલી દેવાયા

રાજકોટ, તા., ૧૪: સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણી અંતર્ગત ક્રાઇમ બ્રાન્‍ચે બે ચોરને પાસા તળે જેલમાં ધકેલી દીધા હતા.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્‍ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.બી.બસીયાના માર્ગદર્શન અને સુચના હેઠળ સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણીઓ શાંતિપુર્વક યોજાય તે માટે બુટલેગરો અને મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ કરતા ઇસમો વિરૂધ્‍ધ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચે આજી ડેમ પોલીસ મથકના ૩ વાહન ચોરીમાં સંડોવાયેલ ગોપાલ ઉર્ફે રોહીત રમેશભાઇ માલકીયા, રહે. કોઠારીયા રોડ, રણુજા મંદીર પાસે, ગધીવાડ શેરી નં. ૧, તથા ઓટો રીક્ષામાં પેસેન્‍જરની નજર ચુકવી સોનાના ચેઇનની ચોરી કરવાના રાજકોટના બે સહિત પાંચ ગુન્‍હામાં સંડોવાયેલ સુનિલ ઉર્ફે લાંબો વિનુભાઇ સોલંકી, રહે. મોટા ઉજરા ગામ, તા. વડીયા, જી. અમરેલી સામે પાસાની દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નરે ઉકત બંને સામે પાસાના વોરંટ ઇસ્‍યુ કરતા ક્રાઇમ બ્રાન્‍ચે બંનેને પકડી પાડી પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધા હતા.

 આ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એમ.જાદવ, પીએસઆઇ ડી.પી.ઝાલા,  એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, અનિલભાઇ સોનારા, હેડ કોન્‍સ્‍ટેબલ સુભાષભાઇ ઘોઘારી, કનકસિંહ સોલંકી, ગીરીરાજસિંહ જાડેજા, પો.કો. જીલુભાઇ ગરચર, મનીષભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ તથા પીસીબીના એએસઆઇ રાજુભાઇ દહેકવાલ તથા હે.કો. ઇન્‍દ્રજિતસિંહ સોસોદીયા દ્વારા કરવામાં આવેલ છે.

(2:58 PM IST)