તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
૯૮ હજારના કેબલની ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ખોલ્યોઃ કિરણ પંડયા પકડાઇ
મવડી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની દૂકાનમાં ચોરી થઇ'તી : હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વોક્સ ફેશન ક્લબ નામની કપડાની દૂકાનમાં ઉપરના ભાગે રીનોવેશન ચાલુ હોઇ એક મહિલા બુકાની બાંધીને આ દૂકાનમાં ઉપરના ભાગેથી ઘુસી જઇ રૂા. ૯૮ હજારની કિંમતના અલગ અલગ ઇલેક્ટ્રીક કામમાં વપરાતા કેબલ ચોરી ગઇ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચના સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ ખાંડેખાએ ઉકેલી કિરણબેન તુષારભાઇ પંડયા (ઉ.વ.૩૦-રહે. સાંઇબાબા પાર્ક-૭, ગાંધી સ્કૂલવાળી શેરી નાના મવા રોડ)ને પકડી લઇ કેબલ અને પ્લાસ્ટીકનું બાચકુ કબ્જે કર્યા છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ આ મહિલા અગાઉ એ-ડિવીઝન પોલીસની હદમાં જૂગારના ગુનામાં પકડાઇ હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની સુચના અંતર્ગત પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, દીપકભાઇ ડાંરગ, મુકેશભાઇ સબાડ, કોન્સ. જીલુભાઇ ગરચર, મનિષભાઇ ચાવડા, ધર્મેશભાઇ ખાંડેખા, અશ્વનીભાઇ પાંપણીયાએ આ કામગીરી કરી હતી.
(3:18 PM IST)










