<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ઇવેન્‍ટ ફલીકસમાં દારૂની મહેફીલના વાયરલ વિડીયો મામલે ગુનો નોંધાયો, બે ઝડપાયા

‘મહેફીલ'થી લઇ ‘મુસાફરી' સુધીઃ પોલીસની નજરથી કોઇ ન બચ્‍યુ યુનિવર્સિટી, એ-ડીવીઝન ગાંધીગ્રામ, માલવીયાનગર, થોરાળા, પોલીસના ૧૫૦ ફૂટરીંગ રોડ,બસપોર્ટ, જામનગર રોડ, માયાણી ચોક અને ચુનારાવાડમાં દરોડા : રાજકોટ બસ પોર્ટમાં બસમાં ફરતો જામનગરનો એસ.ટી. ડ્રાઇવર પણ દારૂ સાથે ઝપટે ચડયો ચુનારાવાડમાંથી યુવતી ‘વ્‍હીસ્‍કી'ના ચપલા સાથે પકડાઇ

રાજકોટ,તા.૨૦: ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શિતલપાર્ક નજીક વિજન ૨૦-૨૦ કોમ્‍પલેક્ષમાં આવેલા ઇવેન્‍ટ ફલીકસ નામના ઇવેન્‍ટ પ્‍લેસ પર દારૂ પીવાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે યુનિવર્સિટી પોલીસના ધ્‍યાને આવતા પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની અટકાયત કરી હતી.

શહેરમાં ઇવેન્‍ટ પ્‍લેસ કમ ખાનગી થીયેટરમાં હુકા અને દારૂ પાર્ટી થતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે યુનિવર્સિટી પોલીસના ધ્‍યાને આવતા પીએસઆઇ એસ.એન. શ્‍યોરા, એએસઆઇ જયંતીભાઇ રાઠોડ સહિતના સ્‍ટાફે તપાસ કરતા તે વિઝન ૨૦-૨૦ કોમ્‍પલેક્ષમાં આવેલા ઇવેન્‍ટ ફલીકસનો હોવાનું ખુલતા પોલીસે આ મામલે તપાસ કરી સુજલપરી વિજયપરી ગોસ્‍વામી (ઉ.વ.૧૯, રહે. મુળ જામખીરસરા, તા. કલ્‍યાણપુર) અને ધર્મેશ ગુલાબભાઇ રાઠોડ (રહે. ચામુડાનગર, મવડી મુળ પરિશ્રમ હા. કો.ઓ સોસાયટી આવાસ યોજના)ની સામે ગુનો દાખલ કરી બનેની અટકાયત કરી હતી. પુછતાછમાં સુજલપરી બીયરના ૧૩ ટીન અને ધર્મેશ દારૂની બોટલ લઇ આવ્‍યાની કેફીયત આપી હતી.

પોલીસ જણાવ્‍યુ કે બને એ બીયર, દારૂની મહેફીલ માણતા ખાલી બોટલ  અને ટીન કચરા પેટીમાં નાખી દીધા હતા. હાલ અન્‍યકોઇ આમા સામેલ છે કે કેમ? તે મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

બીજા દરોડામાં એસ.ટી. બસ પોર્ટમાં પ્‍લેટફોર્મ નંબર-૯ સામે આવેલી ઝાલોદ જામનગર રૂટની બસમાં આસી. ટ્રાફિક ઇન્‍સ્‍પેકટર પ્રદ્યુમનસિંહ ઝાલા, ટી.આઇ. મહીપતસિંહ ઝાલા સહિતના સ્‍ટાફે ચેકીંગ કરતા બસમાં મુસાફરી કરી રહેલા જામનગર ડેપોના એસ.ટી. ડ્રાઇવર કુલદીપસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા (ઉ.વ.૩૮ રહે મધુરમ રેસીડેન્‍સી, નવાગામ ઘેડની પાછળ, જામનગર)ના બેગમાંથી વ્‍હીસ્‍કીના ૩ ચપલા અને એક બોટલ મળી આવતા તેની સામે ગુનો દાખલ કરાવતા એ-ડીવીઝન પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્‍સ ભગીરથસિંહ જાડેજા, કોન્‍સ. જયદેવસિંહ પરમાર સહિતના સ્‍ટાફે જામનગર રોડ પર પેરામાઉન્‍ટ કોમ્‍પલેક્ષ પાસેથી વિજય બેચરભાઇ રાઠોડ (ઉ.વ.૪૯ રહે. ગ્રીન એવન્‍યુપાર્ક, શિવાલય ચોક, રેલનગર)ને રૂા.૯૦૦ની કિંમતના ૯ વ્‍હીસ્‍કીના ચપલા સાથે પકડી લીધો હતો.

ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસના હેડ કોન્‍સ. આર.એ. ચાવડા, કોન્‍સ. મનીષભાઇ સોંઢીયા સહિતની ટીમે માયાણી ચોક પાસેથી પાર્થ અજીતભાઇ ગોહીલ (ઉ.વ.૨૬ રહે. લાલાલજપતરાય ટાઉનશીપ, ભીમનગર સર્કલ નાનામવા રોડ)ને રૂા. ૪૦૦ના વ્‍હીસ્‍કીના ૪ ચપલા સાથે પકડી લીધો હતો.

પાંચમાં દરોડામાં થોરાળા પોલીસના હેડ કોન્‍સ. બ્રિજરાજસિંહ વાળા, વિક્રમભાઇ લોખીલ સહિતના સ્‍ટાફે ચુનારાવાડમાં રહેતા પાયલબેન મહેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ને રૂા. ૩૪૦૦ની કિંમતના વ્‍હીસ્‍કીના બે ચપલા સાથે પકડી લીધી હતી.

છઠ્ઠા દરોડામાં ગાંધીગ્રામ પોલીસના એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, કોન્‍સ. પ્રશાંતભાઇ ગજેરા સહિતના સ્‍ટાફે જામનગર રોડ પરથી મેરામ સુરેશભાઇ પરેસા (ઉ.વ. ૧૮ રહે. સંતોષીનગર, રેલનગર)ને રમની એક બોટલ સાથે પકડી લીધો હતો

(4:05 PM IST)