News of Monday, 19th October 2026
નવદુર્ગા મંડળની ગરબી જોવા કુવાડવા રોડ પર ભીડઃ કાલે રા'નવધણ નાટક
ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટની ટીમનું આયોજનઃ રાસોત્સવમાં ભકિત-શકિતનો સમન્વય

શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ પર રણછોડદાસજી આશ્રમ પાસે ૮૦ના રોડ પરના ગરબા (રાસ)ની ઝલક, સમગ્ર આયોજન પ્રમુખ સંજય હિરાણીના નેતૃત્વમાં થયુ છે
રાજકોટ, તા.૧૯: શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ પર રણછોડદાસજી આશ્રમ પાસે નાગબાઇ પાન સામેના ૮૦ ફુટના રોડ પર વર્ષોથી નવરાત્રીમાં ગરબી થાય છે. આ ગરબીમાં ૫૦ થી વધુ બાળાઓ રાસ રમે છે. ગરબી જોવા રોજ રાત્રે ૯.૩૦ થી ૧૨.૩૦ લોકો મોટી સંખ્યામાં આવે છે. આવતીકાલે મંગળવારે દશેરાની રાત્રે ૯.૩૦ વાગ્યે શ્રી ખોડીયાર યુવક નાટક મંડળ જામનગર પ્રસતુત નાટક ‘સોરઠનો સિંહ રા' નવધણ' રાખેલ છે. સૌને લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ સંજય હિરાણીએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
ગરબી મંડળમાં ગાયક તરીકે જેન્તીભાઇ લુણાગરીયા, અંજુબેન ભંડેરી, જાગૃતી પટેલ, પૂનમબેન કેશળીયા અને ઘનશ્યામ મકવાણા તથા સાજીંદા તરીકે રાજુભાઇ પટેલ-મંજીરા યશભાઇ સોની - ઢોલી સેવા આપી રહયા છે.
શામજીભાઇ કાણોત્રા, શ્વેતાબેન વાઘેલા, દેવયાનીબેન વેકરીયા, રીંકલબેન વઘાસીયા, તેજસ્વીબેન મણીયાર, પૂનમબેન વેકરીયા વગેરે કોરીયોગ્રાફર તરીકે કાર્યરત છે.
નીતિનભાઇ પ્રજાપતી, અરૂણભાઇ બારોટ અને રઘુભાઇ લુણાગારીયા સંચાલન તથા કેશ કાઉન્ટરની વ્યવસ્થા સંભાળી રહયા છે.
સમગ્ર આયોજન માટે સંજય હીરાણી- પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો રજની મોલીયા, જગદીશ અકબરી, ભગવાનજીભાઇ વેકરીયા, મહેશ વેકરીયા, અશોક ટોપીયા, હરેશ ડોબરીયા, પ્રદીપ અકબરી, કીશોર ડાંગરીયા, ઘેલાભાઇ ટોપીયા, પરસોતમ કોટડીયા, સવજીભાઇ સંખાવરા, શેલેષભાઇ મણીયાર, સુરેશ રંગાણી, કીશોરભાઇ રંગાણી, નીલેષ રંગાણી, ભરત રંગાણી, પરેશ પીપળીયા, અલ્પેશ ભૂત, હીરેન ભૂત, બીપીન હીરાણી, મનસુખ હીરાણી, અશ્વીન સંખાવરા, રાજેષ ઠુંમર, મહેશ લીંબાસીયા, મયુરભાઇ કયાડા ઉપરાંત સંજય તાળપરા, ધનજી કાકડીયા, દીલીપ રંગાણી, જેન્તીભાઇ લીંબાસીયા, જીતુ તળપદા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.
શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિમાં હર્ષદ પીપરીયા, મહેશ લીંબાસીયા, રજની કથીરીયા, પારસ કાકડીયા, દિનેશ મોલીયા, મહેશ હીરપરા, લખમણભાઇ લીંબાસીયા, રાજુ વૈષ્ણવ, સંદિપ ગજેરા, ભાવેશ લીંબાસીયા, ધનજીભાઇ કાકડીયા, જગદિશ અકબરી વગેરે કાર્યરત છે
(2:48 PM IST)










