તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
CRS પોર્ટલનું સર્વર ફરી ડાઉન મનપાના જન્મ- મરણ વિભાગમાં લાઈનો : અરજદારોને હાલાકી
ગત બપોરથી એરરની ખામીઃ મલ્ટીપલ લોગિન બંધ થતા લોકો વેઇટિંગમાં: રોષ ફાટી નીકળ્યો

લાં...બી... કતાર... સીઆરપી પોર્ટલનું સર્વર ફરી ડાઉન થતા મનપાના જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો જોવા મળી રહી છે તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા.૨૬: CRS પોર્ટલમાં ગત બપોરથી સતત ટેકનિકલ ખામી સર્જાતા દાખલાના કામકાજ પર વ્યાપક અસર પડી છે. સર્વર ડાઉન હોવાના કારણે વારંવાર એરર આવતા કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ માંડ એકાદ-બે એન્ટ્રી જ થઈ રહી છે, જ્યારે મલ્ટીપલ લોગિનની સુવિધા પણ બંધ થઈ ગઈ છે. પરિણામે એક સમયે માત્ર એક જ જગ્યાએ એન્ટ્રી ખૂલે છે, જેના કારણે કામગીરી ધીમી પડી ગઈ છે અને અરજદારોને લાંબી રાહ જોવી પડી રહી છે.
આ અંગે ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે હજુ સુધી ઘ્ય્લ્ પોર્ટલની સમસ્યા યથાવત છે. દિલ્હી લેવલથી સર્વર કામગીરી અંગે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ હાલ લોકો વેઇટિંગમાં હોવાથી તંત્ર સામે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.ભર ઉનાળે સર્જાયેલ ટેકનીકલ ખામીથી અરજદારો પરસેવે રેબઝેબ બન્યા હતા. તંત્રીની ઢીલાશના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
(3:11 PM IST)










