તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓનો આશીર્વાદ સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમ
ધો. ૧ થી ૧ર માં ૯૦ ટકાથી વધુ મેળવેલ છાત્રોએ વિગત મોકલવી

રાજકોટ : શહેરમાં વસતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારોના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ બહેનોને પ્રોત્સાહિત કરવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્યોના હસ્તે આશીર્વાદ સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારના ધો. ૧ થી ૧રના વિદ્યાર્થીઓ જેઓએ માર્ચ ર૦ર૬માં ૯૦%થી વધુ માર્કસ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ તથા પોતાનો ફોટો નીચે જણાવેલ સરનામે જમા કરવાનો રહેશે. માર્કશીટની ઝેરોક્ષ દેવા આવો ત્યારે ઓરીજીનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે. ધો. ૧ થી ૯માં સૌથી વધુ માર્કસ મેળવનાર પ વિદ્યાર્થીઓને શીલ્ડ સર્ટીફીકેટ તથા ગિફટ આપવામાં આવશે. ધો. ૧૦, ૧૧, ૧રમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૩ વિદ્યાર્થીઓને ક્રમ પ્રમાણે શીલ્ડ સર્ટીફીકેટ તથા ગિફટ આપવામાં આવશે.આગામી ઓગષ્ટ ર૦ર૬માં સન્માન સમારંભ યોજવામાં આવશે. સમારંભની તારીખ, સમય તથા સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. સત્કાર સમારંભમાં ભાગ લેવા ઇચ્છતા પુષ્ટિમાર્ગીય પરિવારના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ છેલ્લી માર્કશીટની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝ ફોટો તા. ૩૦.૦૭ સુધીમાં સ્વીકારાશે. મારૂતિનંદન કોમ્પ્લેક્ષ, આશાપુરા મેઇન રોડ, આશાપુરા પેંડાવાળાની બાજુમાં, સાંઇ જવેલર્સ પાસે, (અરવિંદભાઇ પાટડીયા, મો. ૭૦૧૬૪પર૬૧૧) સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં માધવ સોની (પ્રમુખ), ભુપતભાઇ છાંટબાર (દુલારી) (કન્વીનર), અરવિંદભાઇ પાટડીયા (મંત્રી) નજરે પડે છે. (તસ્વીર : અભીજીત બગથરીયા)
(2:43 PM IST)










