<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

હસનવાડીમાં ‘દગડુ શેઠ' બિરાજશે : દરરોજ ધાર્મિક કાર્યક્રમો

બાળક ગણપતિ બનશે ભાવિકોને મોદકનો પ્રસાદ આપશે : ધુનકિર્તન, દાંડીયારાસ, લાડુ સ્‍પર્ધા, છપ્‍પનભોગ, સત્‍યનારાયણ કથા, મહાપ્રસાદ

 

 

રાજકોટ : દર વર્ષની પરંપરા સાથે રંગીલા સેવા સમિતિ દ્વારા હસનવાડી કા રાજા ગણેશ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આવખતે દાદા દગડુ શેઠના રૂપમાં જોવા મળશે. ૧પમીએ બાળક ગણપતિ બનશે અને ભાવિકોને મોદકનો પ્રસાદ આપશે.

શ્રી રંગીલા સેવા સમિતિ દ્વારા તા. ૧૪ થી ર૪ સુધી આયોજીત શ્રી ગણેશ મહોત્‍સવમાં દરરોજ આરતી ૮ થી ૧૦ થશે. તા. ૧૪ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે ગણેશજીનું સામૈયું નીકળશે. રાત્રે ૯ કલાકે રંગીલા મહિલા ધુન મંડળ દ્વારા ધુન કિર્તન, તા. ૧પ મંગળવાર રાત્રે ૮ કલાકે કેક કાપી (ગણેશજીનો જન્‍મ મહોત્‍સવ) અને બહેનો માટે દાંડીયારાસ, તા. ૧૭ ગુરૂવાર રાત્રે ૮:૩૦ ભાઇઓ માટે લાડુ સ્‍પર્ધા, તા. ૧૮ શુક્રવાર રાત્રે ૯ કલાકે રંગીલા મહિલા ધુન મંડળ દ્વારા ધુન કિર્તન, તા. ૧૯ શનિવાર રાત્રે ૯ થી ૧૧ દાંડીયા રાસ, તા. ર૦ રવિવારે સાંજે ૪ થી ૭ સુધી બાળકો માટે રમત ગમત સ્‍પર્ધા (ઉંમર ૪ થી ૧ર વર્ષ), તા. ર૧ સોમવાર સાંજે ૬ કલાકે છપ્‍પનભોગ, તા. રર મંગળવારે રાત્રે ૯ કલાકે સત્‍યનારાયણની કથા, તા. ર૩ બુધવાર સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ, તા. ર૪ ગુરૂવાર સવારે ગણેશજીનું વિસર્જન મુહુર્ત પ્રમાણે કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા રંગીલા સેવા સમિતિના પ્રમુખ કાનાભાઇ જે. ડાભી - ૯૮૯૮૬૮૭૦૬૭, મંત્રી ભાર્ગવભાઇ ટાંક, મહામંત્રી અજયભાઇ સીતાપરા, સંજયભાઇ ગોહીલ, દિનેશભાઇ વાઘેલા, મહંતશ્રી દિનુબાપુ, રોકીભાઇ ડીગ્રા, લખનભાઇ પરમાર, હર્ષદભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:33 PM IST)