તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
અનુસુચિત જાતિના લોકોને થયેલ અન્યાય બાબતે ગુરૂવારે દલિત મહાપંચાયતઃ નવ મુદ્દાઓ અંગે ચર્ચા થશે
મુખ્યમંત્રીને પણ પત્ર મોકલાશેઃ રાજયમાં નાગરિક અધિકાર યાત્રાનું પણ આયોજન

રાજકોટઃ જીલ્લામાં અનુસુચિત જાતિના લોકો સાથે થયેલ અન્યાય બાબતે કલેકટરશ્રી રાજકોટ, મ્યુનિસિપલ કમિશ્રરશ્રી રાજકોટ, તેમજ લગત પોલીસ સ્ટેશનોમાં લેખિત ફરિયાદો કરેલ હોવા છતાં અનુસુચિત જાતિના લોકોને અનયાય થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. તા.ર૬, સવારે ૧૦ કલાકે, સરદાર પટેલ પ્રતિમા પાસે રેસકોર્ષ રાજકોટ ખાતે દલિત મહાપંચાયતનું આયોજન કરેલ છે. જેમાં ૯ મુદ્દાઓના સમર્થનમાં મોટા પ્રમાણમાં સહીઓ કરી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને સુપ્રત કરવામાં આવશે અને તા.૧પ, સુધીમાં ઠોસ કાર્યવાહી કરવામાં આવશે નહી તો ગુજરાતભરમાં નાગરીક અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં ખેડુતો, શ્રમજીવીઓ, ઓબીસી, એસસી, એસટી, વર્ગના લોકોને તેમના અીધકારો માટે જાગૃત કરવામાં આવશે તેમ સતાના મહત્વના પદો ઉપર સરખી ભાગીદારીની ચળવળ ચલાવવામાં આવશે તેમ યાદીમાં જણણાવાયું છે. તસ્વીરમાં માવજીભાઇ રાખસીયા, બિપીનભાઇ રાઠોડ, પ્રકાશભાઇ સોલંકી, જીતેન્દ્ર મહિડા, દિનેશભાઇ પડાયા, મિલિન્દભાઇ પરમાર, જલ્પેશભાઇ વાઘેલા, ઉદયભાઇ રાઠોડ, રમણિકભાઇ રાઠોડ, કનુભાઇ મકવાણા, લલિત દાફડા, દિનેશભાઇ મકવાણા, શૈલેષભાઇ પરમાર, પારસભાઇ બેડીયા, મોહનભાઇ રાખૈયા, અજીતભાઇ વાઘેલા, નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:54 PM IST)










