તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
રવિવારે સોરઠીયા દરજી જ્ઞાતિના દાંડીયારાસઃ નિઃશુલ્ક આયોજન

રાજકોટઃ શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા. રપ રવિવારના રોજ સાંજે ૬ થી ૧૦ સુધી સોરઠીયા દરજી જ્ઞાતિના ખેલૈયાઓ માટે શરદપૂનમના રોજ નિઃશુલ્ક દાંડીયા રાસનું આયોજન ઠાકર મંદિર રૈયા ચોકડી પુલ પાસે રાખવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના ૮૦૦ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે આ કાર્યક્રમનો હેતુ સમાજના સામાજિક પારિવારિક, સંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઉજાગર કરવા માટે આ આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૮૧ ૨૫૮૬૮૦૬ ઉપર સંપર્ક કરી શકાય છે. તસ્વીરમાં હિરેનભાઇ ડી. ગોહેલ, મહેશભાઇ જે. પરમાર, ભીખુભાઇ કે. ગોહેલ, દીપેશભાઇ સી. કાલાણી, હિતેશભાઇ જેઠવા, નલિનભાઇ હીંગુ, ચંદુભાઇ પરમાર અને જીતુભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:26 PM IST)










