<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મા મઢવાડી ગ્રુપ દ્વારા ડી.જે.પ્‍લોટમાં દરબારી રાસોત્‍સવ

માત્ર ગિરાસદાર દરબાર, કાઠી દરબાર સમાજના મહિલાઓ અને દીકરીબાઓ માટે આયોજનઃ નિઃશુલ્‍ક પ્રવેશઃ પુરૂષોને નો-એન્‍ટ્રી, આયોજકોને પણ નહી

રાજકોટઃ નવરાત્રીના પાવન પર્વમાં માતાજીની આરાધના સાથે પ્રાચીન પરંપરા, રાજપૂતી સંસ્‍કૃતિ અને પરંપરાગત રાસ-ગરબાની ભવ્‍ય ઝલક જોવા મળે તેવા ઉમદા હેતુથી માઙ્ખ મઢવાડી ગ્રુપ દ્વારા રાજકોટમાં ‘દરબારી રાસોત્‍સવ૨૦૨૬'નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૧૧ થી ૧૯ , ૨૦૨૬ સુધી નવ દિવસ ચાલનારા આ રાસોત્‍સવમાં ગિરાસદાર દરબાર સમાજ તથા કાઠી દરબાર સમાજની બહેનો, માતાઓ અને દીકરીબાઓને નવરાત્રીના રંગે રંગાવાની સાથે પોતાની સંસ્‍કૃતિ અને પરંપરાને જીવંત રાખવાની અનોખી તક મળશે.

નાના મૌવા વિસ્‍તારમાં સૈયાજી હોટલ પાછળ આવેલા ડી.જે. પ્‍લોટ ખાતે દરરોજ રાત્રે ૯થી ૧૨ વાગ્‍યા સુધી યોજાએલ આ નિઃશુલ્‍ક દરબારી રાસોત્‍સવમાં પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે સમાજની બહેનો અને દીકરીબાઓને વિશેષ સાંસ્‍કૃતિક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે.

દરરોજ એક હજારથી પંદરસો માત્ર ગિરસદાર દરબાર અને કાઠી સમાજના મહિલાઓ અને દીકરીબાઓ અવનવા રાસની રમઝટ બલાોવી રહી છે. આ રાસોત્‍સવમાં પુરૂષોને એન્‍ટ્રી નથી તો આયોજકોને પણ એન્‍ટ્રી નથી તેમ જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે (મો.૯૮૨૪૩ ૪૬૭૪૭ / ૯૮૯૮૦ ૨૭૨૭૦) ઉપર સંપર્ક કરી શકાય છે. આયોજનમાં ધર્મેન્‍દ્રસિંહ બી.ઝાલા, કે.ડી.શેખવા, મંગળસિંહ એસ.ઝાલા, રવિરાજભાઈ ડી.શેખવા, રાજદેવસિંહ આર.જાડેજા, ડો.નયપાલસિંહ એમ.રાણા, મયુરસિંહ જી.જાડેજા, પ્રકાશભાઈ જે.ખાચર, પ્રદિપસિંહ ટી.જાડેજા જોડાયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(2:16 PM IST)