<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

જરૂરિયાતમંદ પરિવારને મેડીકલ-શૈક્ષણિક સહાય માટે દશા સોરઠીયા વણિક NGO ગ્રૂપ દ્વારા મ્‍યુઝીકલ નાઇટ

બુધવારે હેમુગઢવી હોલ ખાતે આયોજનઃ રાશનકીટ સહાય સહિતની સેવાકીય પ્રવૃતિઓ

રાજકોટ, તા.૧૬: દશા સોરઠીયા વણિક સમાજના એનજીઓ ગ્રૂપની યાદી ઉમેરે છે કે ‘‘એક શામ DSV કે નામ''મ્‍યુઝીકલ નાઈટ નું આયોજન તારીખ  બુધવાર, તા. ૨૦ના  રાત્રીના ૯:૧૫ કલાકે રાજકોટ ના હેમુગઢવી હોલ ખાતે  કરવામાં આવેલ છે. DSV NGO ગુજરાતભરમાં અનેકવિધ સામાજીક કાર્ય કરી રહયુ છે. જેમાં વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ, ઉચ્‍ચ અભ્‍યાસમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનો કેળવણી સમારોહ, અવિવાહિત માટે પરિચય મિલન, મેડીકલ સહાય, આદર્શ લગ્ન, રાશન કીટ સહાય  આ DSV NGO એ દાતારીઓનો વિશ્વાસ જીતેલ છે. આ સંસ્‍થામાં અનેક નામી અનામી દાતાઓ માત્ર સેવાના કાર્યને બિરદાવવા જોડાયા છે. તેઓ કયારેય નાત જાતના વાડામાં પડયા વગર  પ્રમુખ પરાગભાઈ શાહ ના નેતળત્‍વ માં કાર્યમાં સહાયરૂપ બને છે.

આ ચેરીટી શો નું મુખ્‍ય હેતુ જરૂરીયાતમંદ પરિવાર ના મેડકલ ખર્ચ તેમજ તેમના સંતાનો માટે શૈક્ષણિક ફી ખર્ચ માં પહોંચી શકતા ના હોય તેવા પરિવાર માટે ચેરીટી શો દ્વારા વેલફેર ફંડ એકત્ર કરીને ઉતમ માનવ સેવા ધર્મ કરવાનો છે. આ ચેરીટી શો ઓપન ફોર ઓલ રાખવામાં આવેલ છે જેમાં કોઈ પણ વ્‍યક્‍તિ માનવ સેવા ના કાજે મ્‍યુઝીકલ નાઈટ ચેરીટી શો ની ટીકીટ ખરીદી તેમજ વ્‍યવસાયલક્ષી જાહેરાત આપી સહયોગી બની શકે છે. આ મ્‍યુઝીકલ નાઈટમાં સુપ્રસિધ્‍ધ ઈન્‍ટરનેશનલ આર્ટીસ્‍ટ મુખ્‍તાર શાહ, દેવાંગ દવે, પાયલ વખારીયા, તેમના સુરીલા સ્‍વરથી સાંજ રોશન કરશે.

 આ ઈવેન્‍ટને સફળ બનાવવા પ્રોજેકટ કન્‍વીનર રીધમ એકોસ્‍ટીક સ્‍ટુડીયોના મનીષ પારેખ  રૂપલ પારેખ, પ્રેમલ ઘીયા, એડવોકેટ નિર્મલ શેઠ, આશિષ શ્રીમાંકર, ભરતભાઈ પારેખ, રાકેશ સાંગાણી, કાશ્‍મિરાબેન સાંગાણી, હિતેષભાઈ પારેખ, હિમાંશુ ચુડાસમા, વિરાજ કારાવડીયા, રાજેશ વિભાકર, મિતાબેન ગગલાણી, કમલભાઈ ઝવેરી, રીમા શેઠ, કેયુર શ્રીમાંકર, નીતાબેન વસાણી, ભાવનાબેન ગોરસિયા, વિનીત સાંગાણી વિગેરે જહેમત ઉઠાવી રહયા છે

(3:54 PM IST)