<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

પિતાએ ‘પેગ' મારી ઘરમાં બબાલ કરતા દિકરીએ પોલીસને બોલાવી લીધી

રૈયાધાર વિસ્‍તારમાં પ્રફુલને દારૂનો શોખ ભારે પડયોઃ યુનિવર્સિટી પોલીસે નશાખોરનો ‘નશો' ઉતારી નાખ્‍યો

રાજકોટ, તા. ૩૦: શહેરમાં દારૂ પી ઘરમાં બબાલ કરવાના અનેક બનાવો સામે આવ્‍યા છે ત્‍યારે રૈયાધારમાં દારૂ પી ઘરે પુત્રી સાથે માથાકુટ કરતા પિતાથી ત્રાસી પુત્રીએ જ પોલીસ બોલાવતા યુનિવર્સિટી પોલીસે નશાખોર પિતાનો નશો ઉતારી નાખ્‍યો હતો.

યુનિવર્સિટી પોલીસના હેડ કોન્‍સ. રજનીબેન સાગઠીયા, કોન્‍સ. કિંજલબેન, ડ્રાઇવર વિપુલભાઇ વડિયારતર સહિતનો સ્‍ટાફ ગઇકાલે રાત્રે ૧૧ર જનરક્ષક વાનમાં ફરજ ઉપર હતો ત્‍યારે પોણાનવેક વાગ્‍યે રૈયાધાર મફતીયાપરામં પાણીના ટાંકા પાસે એક મહિલાનો કોલ મળ્‍યો હતો. જેમાં જણાવ્‍યું હતું કે તેના પિતા બોલાચાલી અને ઝઘડો કરે છે.

જેથી સ્‍ટાફે ત્‍યાં પહોંચી ઝઘડો કરનાર પ્રફુલ ખિમજીભાઇ બગડા (ઉ.વ. ૪૬ રૈયાધાર મફતીયાપરા) ને ઝડપી લીધો હતો. તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસ મથકે લઇ આવતા હેડ કોન્‍સ. જી.એસ. ઝાલાએ તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી

(2:20 PM IST)