<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દીપાવલીનો દિવસ એટલે મહાવીર સ્‍વામી નિર્વાણ મહોત્‍સવ

ધર્મ સ્‍થાનકોમાં પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ, તપ -જપના આયોજનો

રાજકોટઃ તીર્થપતિ તીથઁકર,વિશ્વ વંદનીય અનંત ઉપકારી શાસનપતિ શ્રી મહાવીર સ્‍વામી જયારે રાજગળહી નગરીમાં ચાતુર્માસ કલ્‍પ વ્‍યતિત કરી રહ્યાં હતાં. પ્રભુના પ્રથમ માસ ક્ષમણના પારણે પંચ દિવ્‍ય વળષ્ટિને નિહાળીને ગોશાલક પ્રભુ પ્રત્‍યે આકર્ષાયો અને પ્રભુના શિષ્‍ય થવાની ઈચ્‍છા પ્રગટ કરી પરંતુ પરમાત્‍માએ તે વાતનો સ્‍વીકાર કર્યો નહીં. થોડા દિવસો બાદ આવા જ એક પ્રસંગે ગોશાલકે પુનઃ પોતાની શિષ્‍ય થવાની ઈચ્‍છા દોહરાવી ત્‍યારે પ્રભુ મૌન રહ્યાં, ગોશાલકે મૌનને સમ્‍મતિ સમજી પ્રભુ સાથે રહેવા લાગ્‍યો.

 એકદા ગોશાલકે એક બાલ તપસ્‍વીની હસી - મજાક કરી તેમને ઉશ્‍કેર્યા એટલે વૈશ્‍યાયન નામના તપસ્‍વીએ ગોશાલક ઉપર તેજો લેશ્‍યા છોડી, પ્રભુએ કરૂણાસભર શીત લેશ્‍યા દ્રારા તેનું રક્ષણ કર્યું. આ ઘટનાથી ગોશાલકે પ્રભુ પાસેથી તેજો લેશ્‍યાની વિધિ જાણી.

ગૌતમ સ્‍વામીના પ્રશ્‍્‌ન દ્રારા પ્રભુએ પરિષદનું ધ્‍યાન દોર્યુ કે મંખલિ પુત્ર ગોશાલક તીર્થંકર નથી એટલે કે જિન નથી પરંતુ જિન પ્રલાપી છે. આ સાંભળી ગોશાલક અતિ ક્રોધિત થયો અને આનંદ મુનિ દ્રારા અનર્થકારી ધમકી આપી કે હું મારા તપ તેજથી મહાવીરને બાળીને ભસ્‍મીભૂત કરી નાખીશ. પ્રભુએ દરેક સંતોને સાવચેત કરી દિધા કે ગોશાલક માર માર કરતો આવશે તમો બધા આત્‍મ ભાવમાં રમણતાં કરજો. પ્રભુ મહાવીરે સર્વે સંતોને સાવચેત કરી દિધેલ છતાં પ્રભુ મહાવીર પ્રત્‍યેના અહોભાવ અને અત્‍યંત ભક્‍તિભાવને કારણે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના આ બે મુનિરાજોએ ગોશાલકને શાંત કરવાનો પ્રયત્‍ન કર્યો,ક્રોધિત ગોશાલકે બંને સાધુઓ ઉપર તેજો લેશ્‍યા છોડી બાળીને ભડથુ કરી દિધા.એટલું જ નહીં ખુદ પરમ કળપાળુ પરમાત્‍મા ઉપર પણ તેણે તેજો લેશ્‍યા છોડી.તીથઁકર પ્રભુના પરમ પુણ્‍યોદયે પ્રભુ બચી ગયા.

ગોશાલકનો હાર અસફળ રહેવાથી તે વધુ ક્રોધિત થઈ અનર્થકારી ભાષા બોલવા લાગ્‍યો કે આજથી છ મહીનામાં જ તમો છદમસ્‍થ અવસ્‍થામાં જ મળત્‍યુ પામશો. તેના પ્રત્‍યુત્તરમાં પ્રભુએ સ્‍પષ્ટતા કરતાં કહ્યું કે...

હે ગોશાલક ! હું તો આ પળથ્‍વીના પટ ઉપર હજુ ૧૬ વર્ષ સુધી અપ્રતિબધ્‍ધ પણે ગંધ હસ્‍તિની માફક તીથઁકર પણે વિચરવાનો છું, પરંતુ તું પોતે જ દાહ જવરથી પીડિત થઈ સાત દિવસમાં મળત્‍યુને પામીશ. પ્રભુ મહાવીરે ચતુર્વિધ સંઘને ચિંતામાંથી મુક્‍ત કરવા સિંહા નામના અણગારને રેવતિ ગાથાપતિના ઘરેથી બીજોરાપાક લાવવા માટે ગોચરીએ મોકલ્‍યા.

પ્રભુએ ગોશાલકને આપેલા પ્રત્‍યુત્તરના આધારે દરેક ભાવિકો ચાતુર્માસની ગણતરી કરવા લાગ્‍યાં. જોતજોતામાં હસ્‍તિપાલ રાજાની પૂણ્‍યશાળી પાવાપુરી નગરીમાં અંતિમ ચાતુર્માસ માટે મંગલ પદાર્પણ થયું. ચરમ અને પરમ તીથઁકર કરૂણાસાગર પરમાત્‍માએ શ્રી ઉત્તરાધ્‍યયન સૂત્રના છત્રીશ અધ્‍યયન ફરમાવી આસો વદ અમાસના દિપાવલીના શુભ દિવસે અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જ્‍યોતમાં જ્‍યોત મીલાવી સિદ્ધ - બુધ્‍ધ અને મુક્‍ત થઈ નિર્વાણ પામ્‍યા. પ્રભુના પટ્ટધર શિષ્‍ય ગણધર ગૌતમ સ્‍વામી પણ પ્રભુ પ્રત્‍યેનો રાગ ભાવ દૂર થવાથી કેવળ જ્ઞાન - કેવળ દર્શનને પામ્‍યાં.

સંકલન

મનોજ ડેલીવાળા

(4:43 PM IST)