તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ડીસીબીએ સાયલા નવાગામના રાહુલને વ્હીસ્કીના ૩૮૪ ‘ચપલા' સાથે પકડયો
ન્યારી ડેમ રોડ સફર ડ્રીમ એપાર્ટમેન્ટમાં દરોડો : ભગીરથ ગીડાનું નામ ખુલ્યું: પીએસઆઇ વી. ડી. ઝાલા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૭: શહેરના કાલાવડ રોડ અવધના ઢાળ પાસે ન્યારી ડેમ રોડ પર આરકે ઓર્કેડના ગેઇટની સામે સફર ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતો મુળ સાયલાના નવાગામનો શખ્સ દારૂનો જથ્થો પોતાના ફલેટમાં રાખતો હોવાની બાતમી પરથી ડીસીબીની ટીમે દરોડો પાડી તેને રૂા. ૬૦૪૮૦ના વ્હીસ્કીના ૩૮૪ ચપલા સાથે પકડી લીધો હતો.
ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કરણભાઇ કોઠીવાળ, કોન્સ. અરવિંદભાઇ ફતેપરાને બાતમી મળતાં સફર ડ્રીમ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૩માં દરોડો પાડી તપાસ કરતાં અંદરથી ઓલ સીઝન અને પાર્ટી સ્પેશીયલ બ્રાન્ડની વ્હીસ્કીના ચપલા રૂા. ૬૦૪૮૦ના મળી આવતાં કબ્જે કરી અહિ રહેતાં મુળ સાયલાના કોટડા-નવાગામના વતની રાહુલ દેવાભાઇ વાળા (ઉ.વ.૨૪)ને પકડી લીધો હતો. તે ઓફિસ બોય તરીકે કામ કરે છે. તેના કહેવા મુજબ આ દારૂ ભગીરથ વલકુભાઇ ગીડાએ આપ્યો હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ યશવંતભાઇ ભગત, હેડકોન્સ. અમિતભાઇ ટુંડીયા, રાજદીપભાઇ પટગીર, સંજયભાઇ અલગોતર, કરણભાઇ કોઠીવાળ, કોન્સ. કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.
(2:52 PM IST)










