<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

૧૫ દિવસમાં ગૂમ થયેલા, ચોરાયેલા ૬.૩૬ લાખના મોબાઇલ ડીસીબીએ શોધી કાઢયા

તેરા તુજકો અર્પણ હેઠળ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, એએસઆઇ ભુપતભાઇ દેસાઇ, નગ્‍માબેન સમાની ટીમે લોકોને મોબાઇલ પરત કર્યા

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસ દ્વારા ચાલી રહેલી ‘તેરા તુજકો અર્પણ' ઝુંબેશ અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મહિનામાં લોકોના ચોરાયેલા-ગૂમ થયેલા રૂા. ૬.૩૬ લાખના ૩૦ મોબાઇલ ફોન શોધીને તેમને પરત કરવામાં આવ્‍યા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી ચોરી કે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન દ્વારા સીઇઆઇઆર પોર્ટલની મદદથી મોબાઇલ ટ્રેસ કરાયા હતાં. એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાના અધ્‍યક્ષ સ્‍થાને પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગર્દશન હેઠળ અરજદારોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોનની વિગતો મેળવી, ટેકનિકલ સોર્સ અને સીઇઆઇઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટ્રેસિંગ કરીને મોબાઈલ શોધી કાઢવામાં આવ્‍યા હતા.

આ મહિનાની તા. ૧ થી ૧૫ સુધીમાં ડીસીબી પોલીસ સ્‍ટેશન દ્વારા ખોવાયેલા-ગૂમ થયેલા આવા ૩૦ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્‍યા છે જેથી કિંમત રૂા. ૬,૩૬,૭૦૦ થાય છે. ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવના હસ્‍તે આ મોબાઇલ જે તે મુળ માલિકને પરત સોંપાયા હતાં. આ કામગીરી એએસઆઇ ભુપતભાઇ દેસાઇ, કોન્‍સ. નગ્‍માબેન સુમરાએ કરી હતી.

(3:45 PM IST)