<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

માતાના વિયોગમાં રૈયાધારમાં મુકબધીર વિશાલ વરણનો ગળાફાંસો ખાઇ આપઘાત

પિતા પણ મુકબધીરઃ બે મહિના પહેલા માતાનું અવસાન થયું હોઇ સતત ગુમસુમ રહેતો હતોઃ બનાવથી અરેરાટી

રાજકોટ તા. ૫: રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ પાસે સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં મુકબધીર યુવાન વિશાલ મુળજીભાઇ વરણ (ઉ.વ.૨૪)એ એંગલમાં રૂમાલ બાંધી ગાળફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએઅસાઇ મુકેશભાઇ ચરમટા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિશાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે અને તેના પિતા બંને મુકબધીર છે.

બહેનના લગ્ન થઇ ગયા છે. વિશાલનો અન્‍ય એક ભાઇ અલગ રહે છે. પોતે પિતા સાથે રહેતો હતો અને કડીયા કામ કરતો હતો. બે મહિના પહેલા વિશાલના માતાનું અવસાન થયું હોઇ ત્‍યારથી તે સતત ગુમસુમ રહેતો હતો. માતાના વિયોગમાં તેણે પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું.

(3:14 PM IST)