તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
રણછોડદાસ બાપુના આશ્રમ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મૃત્યુ
૮૦ વર્ષના નરસીભાઇ વૈષ્ણવી ચાલીને દર્શન કરવા જતાં હતાં: કોઇ વાહનની ઠોકરે ચડયા કે પડી ગયા? તે અંગે તપાસ

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ પર રહેતાં વૃધ્ધ દિવાળી-નુતનવર્ષના તહેવારમાં ઘરેથી ચાલીને રણછોડદાસ બાપુના આશ્રમે દર્શન કરવા જતાં હતાં ત્યારે રસ્તામાં પડી જતાં કે કોઇ વાહની ઠોકરે ચડી જતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર સદ્દગુરૂ રણછોડનગરમાં રહેતાં નરસીભાઇ શામજીભાઇ વૈષ્ણવી (ઉ.વ.૮૦) તા. ૧૨/૧૧ના રોજ સવારે આઠેક વાગ્યે ઘરેથી ચાલીને દર્શન કરવા જતાં હતાં ત્યારે રણછોડદાસ બાપુની હોસ્પિટલ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. મૃત્યુ પામનાર નરશીભાઇ ચાર બહેન અને બે ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં.
કેટરર્સ સંચાલક આશિષભાઇ ચાંગેલાનું હૃદય બેસી જતાં મૃત્યુ
બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતાં આશીષભાઇ ચંપકલાલ ચાંગેલા (ઉ.વ.૫૪) સવારે કોસ્મો સિનેમા પાછળ મધુર કેટરર્સ ખાતે હતાં તયારે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિરો છે. પોતે કેટરર્સ સંચાલક હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
(3:57 PM IST)










