<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સાંઢિયા પુલને શ્‍યામાપ્રસાદ મુખરજી નામ સહિતની ૪ દરખાસ્‍ત અંગે નિર્ણય કરાશે

પોપટપરા આવાસ યોજનાને પુર્વ મેયર જનકભાઈ કોટક અને ગોધુમલ આહુજાના નામ : મવડીનો ચોક પોપટભાઈ સોરઠિયાના નામે અને સિદ્ધિવિનાયક ગણપતિ રાજા માર્ગના નામકરણનો પણ જનરલ બોર્ડના એજન્‍ડામાં સમાવેશ

રાજકોટ ,તા.૧૦: મ્‍યુનિ.કોર્પોરેશનની આગામી ૨૦ જુલાઈએ યોજાનારી જનરલ બોર્ડ બેઠકમાં શહેરના વિવિધ સ્‍થળોના નામકરણ સંબંધિત ચાર મહત્‍વની દરખાસ્‍તો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તેમાં જામનગર રોડ પર આવેલા નવા ફોરલેન સાંઢિયા રેલવે ઓવરબ્રિજને ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનું નામ આપવાની દરખાસ્‍ત મુખ્‍ય આકર્ષણ બની છે. સમાજ કલ્‍યાણ સમિતિએ આ દરખાસ્‍તને મંજૂરી આપ્‍યા બાદ હવે તેને અંતિમ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. ઉપરાંત પોપટપરા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલી બે આવાસ ટાઉનશીપને પૂર્વ મેયર જનકભાઈ કોટક અને ગોધુમલ આહુજાના નામ આપવાની દરખાસ્‍ત પણ એજન્‍ડામાં સામેલ છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડને જોડતા માર્ગને ‘‘સિદ્ધિવિનાયક ગણપતિ રાજા માર્ગ'' તરીકે ઓળખ આપવામાં આવશે, જ્‍યારે વોર્ડ નં. ૧૧માં મવડી ગામ-રામધણ આશ્રમ રોડ પર સાવન એપાર્ટમેન્‍ટ સામે આવેલા ચોકનું નામ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા ચોક રાખવાની દરખાસ્‍ત પણ રજૂ થશે. ૨૦ જુલાઈએ સવારે ૧૧ વાગ્‍યે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા શ્રી રમેશભાઈ છાયા સભાગળહમાં યોજાનારી બેઠકમાં આ ચાર દરખાસ્‍તો ઉપરાંત મેયર ડો. નેહલ શુક્‍લ દ્વારા કોઈ તાકીદની (અર્જન્‍ટ બિઝનેસ) દરખાસ્‍ત રજૂ કરવામાં આવશે તો તેના પર પણ નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન મેયર ડો. નેહલ શુક્‍લે દર બે મહિને મળતી બોર્ડ બેઠકની પરંપરા બદલી દર મહિને બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. સાથે જપ્રશ્નોત્તરી માટેની સમયમર્યાદા દૂર કરવામાં આવતા તમામ કોર્પોરેટરોના ્‌પ્રશ્નો પર વિસ્‍તળત ચર્ચા અને જવાબ આપવામાં આવે છે. ગત બોર્ડ બેઠક લગભગ છ કલાક સુધી ચાલી હતી.

(2:58 PM IST)