<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ડ્રેનેજ હાઉસ કનેક્‍શન માટે એકસમાન નીતિ બનાવવાની માંગ

 

રાજકોટ,તા. ર૦ : શહેરના વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર ભારતીબેન પરસાણાએ શહેરના ત્રણેય ઝોનમાં ડ્રેનેજ હાઉસ કનેક્‍શન ચેમ્‍બર અંગે એકસરખી નીતિ અમલમાં મૂકવાની માંગ કરી હતી. તેમણે જણાવ્‍યું કે ખાનગી સોસાયટીઓમાં ડ્રેનેજ સફાઈ માટે કોન્‍ટ્રાક્‍ટરો કામ કરવાનો ઇનકાર કરે છે, જેના કારણે રહેવાસીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. અધિકારીઓએ જવાબમાં જણાવ્‍યું કે ઈસ્‍ટ ઝોનને છેલ્લા ચાર વર્ષથી હાઉસ કનેક્‍શન માટે કોઈ ગ્રાન્‍ટ ફાળવવામાં આવી નથી. શાસક પક્ષના નેતા હિરેન ખિમાણિયાએ ખાનગી સોસાયટીઓ માટે સમયમર્યાદા નક્કી કરી ત્‍યારબાદ ડ્રેનેજ જાળવણીની જવાબદારી મહાપાલિકા સ્‍વીકારે તેવું સૂચન કર્યું હતું. 

ચર્ચા દરમિયાન મેયર ડો. નેહલ શુક્‍લાએ કમિશનરને પ્રિ-મોન્‍સૂન કામગીરીમાં બેદરકારી અંગે ગંભીર નોંધ લેવા અને આવી ફરિયાદો ફરી ન ઉઠે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.

(3:25 PM IST)