તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા' જાહેર કરવા અને ગૌહત્યા રોકવા કડક કાયદો ઘડવા ઉઠતી માંગઃ ૭ મેના રોજ રાજયવ્યાપી આવેદન અપાશે
‘ગૌ સન્માન આહવાન અભિયાન'અંતર્ગત ગૌપ્રેમીઓ દ્વારા મહાઅભિયાનઃ ગૌશાળાઓને મનરેગા સાથે જોડવા, મફત વીજળી અને દરેક ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સની સુવિધા જેવી અનેક માંગણીઓ રજૂ કરાઈ

રાજકોટઃ સમગ્ર રાજયમાં ગૌરક્ષા, ગૌસંવર્ધન અને ગૌમાતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ગૌ સન્માન આહવાન અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે આગામી ૭ મે, ગુરુવારના રોજ સમગ્ર રાજયમાં ગૌભક્તો, ગૌસેવકો અને વિવિધ સંગઠનો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા તથા ગૌહત્યા અટકાવવા માટે કડક કાયદો બનાવવાની માંગ સાથે વરિષ્ઠ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આ અંગે યોજાએલ પત્રકાર પરિષદમાં જણાવાયુ઼ છે કે, આ અભિયાન દ્વારા રજૂ કરવામાં આવેલી વિનંતીઓમાં ગૌશાળાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે (૧) દરેક રાજયમાં ગૌ-અભયારણ્ય અને ગ્રામ પંચાયત દીઠ નંદીશાળાની સ્થાપના કરવી. (ર) ગૌશાળાઓને મનરેગા યોજના સાથે જોડી ગોવાળોને ૧૦૦ દિવસનું વેતન આપવું.(૩) ગૌશાળાઓને નિヘતિ યુનિટ સુધી મફત વીજળી અથવા બિલમાં મોટી રાહત આપવી.(૪) મોટા દાન મેળવતા મંદિરો માટે ગૌશાળા ચલાવવાનું ફરજિયાત બનાવવું.(પ) બિલ્ડરો દ્વારા મોટા રહેણાંક વિસ્તારોમાં ગૌશાળા માટે અલગ જગ્યા ફાળવવી.(૬)ગાયના મૃતદેહના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી.(૭) ગૌ-તસ્કરી રોકવા કડક કાનૂની જોગવાઈની અપીલ.
કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા જણાવાયું છે કે ગૌ-તસ્કરીમાં પકડાયેલા ગુનેગારોને આજીવન કેદ જેવી સજા થવી જોઈએ. તસ્કરીમાં વપરાતા વાહનોને જપ્ત કરી તેની હરાજી કરવી અને તે રકમ ગૌશાળાના ઉપયોગમાં લેવી. આ ઉપરાંત, કંપનીઓના સીઅસઆર ફંડનો નિヘતિ હિસ્સો ગૌસેવા પાછળ ખર્ચવો અને પ્લાસ્ટિક બેગ પર સખત પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે.
આ અભિયાન માત્ર કાયદા સુધી સીમિત નથી, પરંતુ શિક્ષણમાં પણ ગૌ-વિજ્ઞાનનો સમાવેશ કરવાની માંગ કરાઇ છે. જિલ્લા સ્તરે પંચગવ્ય ચિકિત્સાલય, મધ્યાહન ભોજનમાં ગાયનું દૂધ અને શાળાઓમાં દેશી ગાયના આર્થિક-વૈજ્ઞાનિક મહત્વના વિષયો ફરજિયાત બનાવવાની રજૂઆત છે. હાઈવે પર થતા અકસ્માતો રોકવા અને ગાયોની સારવાર માટે દર ૫૦ કિમીએ અથવા ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ રાખવા માટે પણ અનુરોધ કરાયો છે.
સમગ્ર ભારતમાં લોકજાગૃતિનું મોજું
અભિયાનના આયોજકોએ જણાવ્યું હતું કે, ૨૭ એપ્રિલથી શરૂ થયેલી આ જનજાગૃતિ ઝુંબેશમાં સંખ્યાબંધ લોકો જોડાયા છે.
ગૌપ્રેમીઓને આ અભિયાનમાં જોડાવા માટે મો.૯૦૬૭૭ ૭૭૩૨૩ પર મિસ્ડ કોલ કરવા વિનંતી કરાઈ છે. વિશેષમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અભિયાન માટે કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. જો કોઈ આ નામે નાણાં માંગે તો તાત્કાલિક વોટ્સએપ નંબર મો.૮૨૩૯૭ ૧૧૦૦૮ પર ફરિયાદ કરવા જણાવાયું છે.
આ પત્રકાર પરિષદમાં રાધેરાધે ગૌશાળા તુલસીભાઇ, કિશાન ગૌશાળા ચંદ્રેશભાઇ, સહજાનંદ ગૌશાળા કાંતિભાઇ, અચ્યુતમ ગૌશાળા,સિધ્ધાર્થ ગૌશાળા, ગોકુલ ગૌશાળા, વંૃદાંવન ગૌશાળાના બાલાભાઇ, ૐ નંદી બિમાર ગૌશાળા, મોરારી ગૌશાળા, બહુચરાજીગૌશાળા,વેલનાથ ગૌશાળા, શ્યામ ગૌશાળા, દ્વારકેશ ગૌશાળા, રાધેશ્યામ ગૌશાળા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:43 PM IST)










