News of Friday, 13th November 2026
ડાઉન ભાવે કામ કરવાની માંગણી નજરઅંદાજ નવી નીતિમાં કોન્ટ્રાકટને બહાલી! ચર્ચા જામી

રાજકોટઃ કોર્પોરેશનને આર્થિક ફાયદો થતો હોય ત્યાં ડાઉન ભાવે કામ કરવા એજન્સીની તૈયારી હોય તેને કામ કરવાની તક મળશે તેવા વાતો થઇ હતી પણ દિવાળી પેહલાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાંચ ટકા ઓછા ભાવે એજન્સીએ લેખિતમાં માંગણી કરી હતી છતાં ગમે તે કારણે આ પાંચ ટકા ઓછા ભાવની માંગણી ફગાવી અન્ય સ્ટેન્ડીંગમાંએજન્સીને કામની ભલામણ થઇ હતી સ્ટેન્ડિંગમાં નવી એજન્સીને હાઉસ કીપિંગનો કોન્ટ્રાકટ મંજુર કર્યો હતો પરિણામે અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું છે...
કોર્પોરેશનની તમામ લાયબ્રેરીમાં હાઉસ કીપિંગનો સ્થાનિક એજન્સીને કામ આપ્યા બાદ નવી ટેન્ડર પ્રક્રિયા કરી હતી એજન્સી સાથે વાટાઘાટ અને સોગંદ નામું થયા બાદ રાજકોટની સ્થાનિક એજન્સીએ જે ભાવે મંજુર કર્યા છે તેમાં પણ પાંચ ટકા ઓછા ભાવે કામ કરવા તૈયારી બતાવેલ હોવાનું બહાર આવ્યું છે. પાંચ ટકા ઓછા ભાવને કારણે કોર્પોરેશનને ફાયદો હોવાનુ અનેઅ ૩ માસ પહેલા લેખિતમાં બાંહેધરી પત્ર પણ રજૂ કરાયો હતો. પરંતુ પાંચ ટકા ડાઉન ભાવની માંગણી નજર અંદાજ કરી અન્ય અમદાવાદની એજન્સીને કામ આપવાની દરખાસ્ત મંજુર થઇ જતા કેટલાક ભાજપ નગરસેવકોમાં પણ નારાજગીનો સુર ઉઠયાનું ચર્ચાય છે. કોર્પોરેશનની લોબીમાં હાઉસ કીપિંગનો કોન્ટ્રાકટ થઇ જતા ચર્ચાસ્પદ બન્યો છે
(3:29 PM IST)










