તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 15th October 2026
નાયબ મૂખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં: હિરાસર એરપોર્ટ પર સ્વાગતઃ ચોટીલા જવા રવાનાઃ સાંજે રાજકોટમાં મહત્વના કાર્યક્રમો

રાજકોટઃ રાજયના મૂખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે બપોરે ૧ વાગ્યે રાજકોટ હિરાસર-ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ, પોલીસ કમિશનરશ્રી, ઉપરાંત ... શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડીએસપી શ્રી વિજયસિંહ તથા અન્ય હાઇલેવલ અધીકારીઓ- પદાધીકારીઓ દ્વારા પૂષ્પગૂચ્છ આપી સ્વાગત કરાયું હતું, આ પછી શ્રી હર્ષ સંઘવી ચોટીલા જવા રવાના થયા હતા, જયા માતાજીના દર્શન, ધ્વજારોહણ, રાસગરબા બાદ તેઓ સાંજે રાજકોટ પરત આવશે, શાપર-વેરાવળ ખાતે ડીવાયએસપી કચેરીનું લોકર્પણ અને ત્યારબાદ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ૩૧૮ લોકોને ભારતીય નાગરીકત્વ પ્રદાન કરશે. હિરાસર એરપોર્ટ ખાતે સ્વાગત સમયે ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ, ભરતભાઇ બોઘરા, મ્યું. કમિશનર શ્રી તુષાર સુમેરા પણ ખાસ હાજર રહયા હતા.
(3:20 PM IST)










