તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
સીકસલેન બાયપાસમાં ‘વિકાસ'ના નામે પ્રજા ઉપર ‘વિનાશ' થોપવામાં આવી રહયો છેઃ રોડની બંને બાજુ ઉંચી દિવાલો ગેરકાયદેસર
દુધ ઉત્પાદક મંડળીઓ-મજુરો-બાળકો શાળા-કોલેજ પહોંચી શકશે નહી : આવો બંધિયાર વિકાસ મંજુર નથીઃ ગ્રામજનોની રોજીરોટી ઉપર આ રોડ બૂલડોઝર ફેરવી દેશે

રાજકોટ તા.૨૯: રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના ગામોમાંથી પસાર થનારા પ્રસ્તાવિત ૬-લેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ (NH-27) પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને જાગળત નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક પ્રજા દ્વારા જિલ્લા કલેક્ટર, NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને એક આક્રમક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને પ્રોજેક્ટને ‘‘એક્સેસ કંટ્રોલ'' બનાવવાની નીતિ સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં ગ્રામજનોએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ‘‘વિકાસ'' ના નામે સ્થાનિક પ્રજા પર ‘‘વિનાશ'' થોપવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડને ‘‘Access Controlled Facility''તરીકે મંજૂર કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ થાય કે રોડની બંને બાજુ ઊંચી દીવાલો ચણી દેવાશે. પરિણામે, સ્થાનિક ખેડૂત પોતાનું ટ્રેક્ટર, બાઈકચાલક કે સામાન્ય નાગરિક આ રસ્તા પર ચડી જ શકશે નહીં. સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ રસ્તો માત્ર અમીરો અને ઉદ્યોગપતિઓની લક્ઝરી કારો માટે જ બનતો હોય અને સ્થાનિકોને માત્ર ધૂળ-ઘોંઘાટ જ મળવાના હોય, તો આવો બંધિયાર વિકાસ તેમને મંજૂર નથી.
ગ્રામજનોનો આરોપ છે કે આ રોડ સદીઓ જૂના ગામડાઓના સામાજિક તાણાવાણા અને રોજીરોટી પર બુલડોઝર ફેરવી રહ્યો છે. ગામ વચ્ચે ઊંચી દીવાલો આવવાથી ખેડૂતો પોતાના જ ખેતરે જઈ શકશે નહીં, દૂધ ઉત્પાદકો મંડળીએ, મજૂરો ફેક્ટરીએ અને બાળકો શાળા-કોલેજ પહોંચી શકશે નહીં. આ વ્યવસ્થા ગામડાઓ વચ્ચે ‘‘ભારત-પાકિસ્તાન'' જેવી કળત્રિમ સરહદો ઉભી કરીને સ્થાનિકોને પોતાના જ વતનમાં કેદી બનાવવાનું કારસો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે કે પંથકમાં વર્ષોથી મંજૂર થયેલા જૂના રસ્તા, એપ્રોચ રોડ, પુલિયા અને નાળાના કામો બિસ્માર હાલતમાં રઝળે છે. જે તંત્રથી જૂના પ્રાથમિક કામો પૂરા થતા નથી, તે નવી ઉપજાવ જમીનો છીનવીને કયો ચમત્કાર કરવા માંગે છે? જો તંત્રને ટ્રાફિક હળવો કરવો હોય તો હયાત રસ્તા પહોળા કરીને ‘‘ઓપન એક્સેસ'' સર્વિસ રોડ બનાવવો જોઈએ
(3:48 PM IST)










