<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દેવ દિવાળી અને ગુરૂ નાનક જયંતીના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્‍છાઓઃ ઉદય કાનગડ

 

રાજકોટઃ તા.ર૪,કારતક માસની પવિત્ર પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા દેવ દિવાળી (દેવ દીપાવલી) તથા શીખ ધર્મના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીની જન્‍મજયંતીના પાવન અવસરે વિધાનસભા - ૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડએ  શહેરીજનોને શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું છે કે, દેવ દિવાળી, જેને દેવ દીપાવલી અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મમાં અત્‍યંત પવિત્ર અને આધ્‍યાત્‍મિક મહત્ત્વ ધરાવતો તહેવાર છે. કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે.

  દેવ દિવાળી એ પ્રકાશ, શ્રદ્ધા અને આધ્‍યાત્‍મિક ચેતનાનો પવિત્ર ઉત્‍સવ છે. આ દિવસે પ્રગટાવવામાં આવતા દીપ માત્ર અંધકારને દૂર કરવાનું પ્રતીક નથી, પરંતુ માનવીના જીવનમાંથી અજ્ઞાન, નિરાશા, નકારાત્‍મકતા અને અહંકાર દૂર કરીને જ્ઞાન, સદભાવના, સંસ્‍કાર અને સકારાત્‍મકતાનો પ્રકાશ ફેલાવવાનો સંદેશ પણ આપે છે

આ સાથે જ શ્રી ગુરુ નાનક દેવજીની જન્‍મજયંતી આપણને સમાનતા, પ્રેમ, ભાઈચારો, નિઃસ્‍વાર્થ સેવા અને માનવતાના ઉચ્‍ચ આદર્શોનું સ્‍મરણ કરાવે છે. શીખ ધર્મના સ્‍થાપક અને વિશ્વના મહાન આધ્‍યાત્‍મિક સંતોમાંના એક શ્રી ગુરુ નાનક દેવજીનું જીવન માત્ર એક ધાર્મિક મહાપુરુષની જીવનગાથા નથી, પરંતુ માનવતાને સાચા અર્થમાં જીવવાનો માર્ગ બતાવતું પ્રેરણાદાયી જીવનકવન છે.

ગુરુ નાનક દેવજીએ પોતાના ઉપદેશો દ્વારા સમાજને એકતા, પરસ્‍પર સન્‍માન, મહેનત, સત્‍ય અને સેવા ભાવનાનો માર્ગ બતાવ્‍યો હતો. તેમના ‘એક ઓંકાર'ના દિવ્‍ય સંદેશમાં સમગ્ર માનવજાતને એક પરિવાર તરીકે જોવાની દૃષ્ટિ રહેલી છે, જે આજના સમયમાં પણ સમાજને જોડવા અને માનવીય મૂલ્‍યોને મજબૂત બનાવવા અત્‍યંત પ્રસ્‍તુત છે.

આ પવિત્ર પર્વો સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્‍ય, સમળદ્ધિ અને નવી આશાઓનો પ્રકાશ લઈને આવે, દરેક પરિવાર આનંદ અને ઉલ્લાસથી તહેવારો ઉજવે તથા સમાજમાં પ્રેમ, વિશ્વાસ અને એકતાની ભાવના સતત જળવાઈ રહે તેવી હૃદયની શુભકામનાઓ અંતમાં  ધારાસભ્‍ય ઉદય  કાનગડે પાઠવી છે.

(3:41 PM IST)