News of Tuesday, 8th September 2026
ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું દેવાંગ મહેતા IT એવોર્ડથી સન્માન

રાજકોટઃગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત બી. એચ. ગાર્ડી કોલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના બેચલર ઑફ એન્જીનીયરિંગના ત્રીજા, પાંચમાં અને સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ઉત્કળષ્ટ શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ‘દેવાંગ મહેતા IT એવોર્ડ્સ ૨૦૨૬' અંતર્ગત GTU Topper Award થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU ના સંયુક્ત ઉપક્રમે આયોજિત દેવાંગ મહેતા IT એવોર્ડ્સ ૨૦૨૬ એ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કળષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું આયોજન છે. સન્માન વિદ્યાર્થીની શૈક્ષણિક શ્રેષ્ઠતા, સતત મહેનત, પ્રતિબદ્ધતા અને -પ્રતિભાની નોંધપાત્ર સ્વીકળતિ છે. આ આયોજન ગત માસમાં અમદાવાદ ખાતે કરવામાં આવેલું. ગાર્ડી વિદ્યાપીઠ હંમેશાં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ ટેકનોલોજી, સંશોધન, અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ, હેકેથોન અને વિવિધ ટેકનિકલ તેમજ ઇત્તર પ્રવળત્તિઓમાં ભાગ લેવા માટે જરૂરી માર્ગદર્શન અને તકો પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર જય મહેતા, પ્રિન્સીપાલ ડૉ.વિમલકુમાર પટેલ તેમજ સમગ્ર કોલેજના સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
(3:34 PM IST)










