તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
વોર્ડ નં.૪માં વિકાસ ઝળહળશેઃ ર૭.૦૮ કરોડ મંજુર કરતી સ્ટેન્ડીંગ
કોર્પોરેટરોની રજુઆત ફળી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪માં (૧) રૂ. ૦૨.૯૯ કરોડના ખર્ચે જુદી જુદી જગ્યાએ પેવિંગ બ્લોક નાખવાનું કામ, (૨) રોહિદાસપરા, ચામડિયાપરા, ગણેશનગર, જયપ્રકાશનગરમાં વિસ્તારમાં રૂા. ૦૩.૧૫ કરોડના ખર્ચે સી.સી. રોડ કરવાનું કામ તથા (૩) રૂા. ૨૦.૯૫ કરોડના ખર્ચે સોખડા સર્વે નં ૧૦૯ માં એનિમલ હોસ્ટેલ બનાવવાનું કામ, સહિત આ વોર્ડ માટે કુલ મળી રૂા. ૨૭.૦૮ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૪ના કોર્પોરેટરઓ કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, કાળુભાઇ કુગસીયા તથા ભરતભાઇ લીંબાસીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:20 PM IST)










