<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

બૌધીસત્‍વ આંબેડકર બૌધ્‍ધ વિહાર ખાતે સોમવારે ધમ્‍મચક્ર પ્રવર્તન દિન ઉજવાશે

 

રાજકોટ તા. ૨૭ : અષાઢી પૂનમ એટલે કે બુધ્‍ધ પૂર્ણીમા નિમિતે તા. ૨૯ના સોમવારે બૌધીસત્‍વ આંબેડકર બૌધ્‍ધ વિહાર, કણકોટ પાટીયુ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ધમ્‍મચક્ર પ્રવર્તન દિન મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે કાર્યક્રમની શરૂઆત સાંજે ૬ વાગ્‍યે દીપપ્રાગટયથી થશે. બાદમાં ભુખ્‍ખુઓને અપાયેલ ધમ્‍મ સંદેશનો પ્રચાર પ્રસાર અને સાંજે સંઘ ભોજનની વ્‍યવસ્‍થા રાખેલ છે. બુધ્‍ધ પૂર્ણિમા ધમ્‍મચક્ર પ્રવર્તન દિવસ તરીકે પુરા વિશ્વમાં ઉજવાય છે. ૨૫૦૦ વર્ષ પહેલા શાકય મુનિ બુધ્‍ધ દ્વારા પ્રથમ પંચવર્ગીય ભીખ્‍ખુઓને ઉપદેશ આપેલો અને એ પાંચ ભીખ્‍ખીઓને પુરા દેશમાં ધમ્‍મનો પ્રચાર પ્રસાર કરવા ચક્રો ગતિમાન કરેલા. જેના ભાગરૂપે રાજકોટમાં બૌધીસત્‍વ આંભેડકર બૌધ્‍ધ વિહાર ખાતે આ ઉજવણી કરાશે.

આ પૂર્ણિમાથી ભીખ્‍ખુસંઘનો વર્ષાવાસ પણ શરૂ થતો હોય છે. શાકયમુનિ બુધ્‍ધને ૭ વર્ષના અભ્‍યાસ બાદ બુધ્‍ધત્‍વ પ્રાપ્‍ત થયુ અને જે જ્ઞાન પ્રાપ્‍તિ થઇ તે શાંતિ, સમાનતા, બંધુતા, પ્રેમ અને કરૂણાનો સંદેશ પૂરી દુનિયામાં જાય તે હેતુથી સાકયમૂનિ દ્વારા પ્રથમ પાંચ ભીખ્‍ખુઓને ધમ્‍મનો ઉપદેશ આપેલો. ધમ્‍મચક્ર પ્રવર્તન દિનની સાથે મહાન ક્રાંતિકાર સંત કબીરની પણ જન્‍મ જયંતિ હોય તેની પણ ઉજવણી કરાશે અને વિશેષ આભારવિધિ કરાશે. ગત ૧૮ જુનના રાજકોટ શહેરની જનતા માટે બુધ્‍ધવિહારનું લોકાર્પણ કરાયુ અને એ સમયે ઉપસ્‍થિત રહેલ મહેમાનોનો પણ આભાર વ્‍યકત કરાશે.

ઉપરોકત ધમ્‍મચક્ર પ્રવર્તન દિન મહોત્‍સવમાં સૌને બહોળી સંખ્‍યામાં હાજરી આપવા ટ્રસ્‍ટના પ્રમુખ મોહનભાઇ રાખૈયા, ડો. એન. પી. પરમાર, જીતેન્‍દ્ર મહીડા, હિતેષ રાઠોડ, દિપંકર સુમન, સંજય પરમાર, કુલદીપ ખીમસુરીયા, રાજુ મકવાણા, ચંદ્રસેન નાગવંશીની યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બૌધીસત્‍વ આંબેડકર બૌધ્‍ધ વિહાર ટ્રસ્‍ટ રાજકોટ (મો.૮૧૬૦૬ ૦૫૦૯૦)ના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા ા

(2:19 PM IST)