<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સમયસર મરામતના અભાવે ઢેબર રોડ પર પાણીની લાઇન તૂટીઃ લાખો લીટર પાણી રોડ પર વહયુ

મેયરના વોર્ડમાં પણ આવી હાલત? : કોગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત

રાજકોટ તા.૧૮: શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ), રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી (મહામંત્રી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં પાણીની લાઈનોમાં થતા ભંગાણમાં સમય મર્યાદામાં પાણીની લાઈનો મરામત ન થતી હોવાના પગલે મોંઘા દાટ નર્મદાના પાણીનો લાખો લિટરનો વેડફાટ થાય છે.

ગઈકાલે રૈયા રોડ વોર્ડ નંબર ઍકમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સામે તુલસી બંગલોના ખૂણા પાસે પાણીની લાઈન લીકેજ હોવાથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો જો કે આ લાઈન પેટા લાઈન હોવાથી વિતરણ વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા સર્જાઇ નહોતી. બીજા બનાવમાં મેયરના વોર્ડ નંબર ૭ના ઢેબર રોડ પર વિજય પ્લોટ ૨૨ અક્ષય રેડીઍટર્સ ની બાજુમાં ૨૪ કલાક પાણીની જે લાઈન છે તેમાં ભંગાણ થયું હતું અને હજારો લિટર પાણી વહી ગયું હતું ઢેબર રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ હતી અને ઍકાદ કિલોમીટર સુધી પાણીના ખાબોચિયા ભરાયા હતા.

જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલાઍ સ્થળ પર પહોંચી કોલ સેન્ટરમાં ફરિયાદ કરી હતી. ઝોનના સીટી અતુલ રાવલને અને વોર્ડ નંબર ૭ના ડેપ્યુટી ઇજનેર જીગ્નેશ સોલંકી ને પાણીના વેડફાટ તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. અહીં ઍકાદ માસથી આ પ્રકારે પાણીનો વેડફાટ થઇ રહયાનો રોષ સ્થાનીક લોકોઍ વ્યકત કરેલ. કોન્ટ્રાક્ટર ઉપર બેદરકારી અને લાપરવાહી દાખવવા બદલ પેનલ્ટી (દંડનીય) કાર્યવાહી થવી જોઈઍ અને શોકોઝ નોટિસ પણ મળવી જોઈઍ તેમ દિલીપભાઈ આસવાણી, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ૩, ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટઍ યાદીના અંતમાં જણાવ્યુ છે.(૨.૧૯)

(3:34 PM IST)