હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધીરૂભાઇ વીરડિયા પરિવારે ગંગા કિનારે રાજકોટના ભાવિકોને ભકિતમાં ભીંજવ્યા
ભકિતનો નશો ચડે એને બીજા નશાની જરૂર નહિઃ ઋષિકેશમાં ડો. સંતવલ્લભદાસજી સ્વામીની વાણીના વહેણઃ સ્વ. વિપુલભાઇ વીરડિયાની સ્મૃતિમાં રરમી સત્સંગ કથા સંપન્નઃ ગંગા આરતી, સમુહ મહાપૂજા, પિતૃ તર્પણનો લાભઃ ટીમ સાગર વીરડિયાનું સફળ આયોજન

રાજકોટઃ ઉત્તરાખંડની પાવનભૂમિ ઋષિકેશમાં કુદરતી સૌંદર્યથી શોભતા પરમાર્થ નિકેતન આશ્રમમાં રાજકોટના કર્મ ક્ષેત્રે સિદ્ધ અને ધર્મ ક્ષેત્રે પ્રસિદ્ધ શ્રી સાગરભાઈ ધીરુભાઈ વિરડિયા પરિવારના યજમાન પદે અક્ષર નિવાસી વિપુલકુમારની પુણ્ય સ્મળતિમાં યોજાયેલ પાંચ દિવસીય સત્સંગ શિબિર ભાગ લેનાર સૌ માટે સંભારણારૂપ બની રહી. વડતાલધામ ટેમ્પલ બોર્ડના ચેરમેન વાત્સલ્યથી ધબકતા અને વિધ્વતાથી ઝબકતા ડો. સંતવલ્લભદાસજી સ્વામીજીના મુખેથી નારદભક્તિ સૂત્રની કથા સાંભળી હતી. સંતોના દર્શન, વાણી, ભગવાનની મહાપૂજા, સમુહ પિતૃતર્પણ, ગંગા આરતી, ગંગા સ્નાન વગેરેન રાજકોટ તથા સુરત, વડોદરા વગેરેના મળી યાત્રિક સંઘના રરપ થી વધુ યાત્રિકોએ લાભ મળ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા શ્રી મદનમોહનજી મહારાજ દ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી શ્યામવલ્લભદાસજી સ્વામી અને વિપુલભાઇ વીરડિયાની સ્મૃતિમાં સાગરભાઇ ધીરૂભાઇ વીરડિયા પરિવાર (મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪) યજમાન પદે યોજાયેલ ઋષિકેશ સત્સંગ શિબીર (કથા) પ્રસંગે વ્યાસાસનેથી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવેલ કે દેવર્ષિ નારદજીએ ૮૪ સૂત્રોથી ભકિત કકથા રચી છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ તેના મુખ્ય વિષય છે. ભકિત અમૃત સ્વરૂપ છે. જે ભકત ભાવથી ભજે તેને ભગવાન મળે છે. જેને ભકિતનો નશો ચડે છે તેણે જીવનમાં બીજો કોઇ નશો કરવાની જરૂર રહેતી નથી. ભગવાન અને સંતો પાસે જઇએ ત્યારે નિર્મળ મનથી દશર્ન કરવા જોઇએ અને ભાવથી કથા સાંભળવી જોઇએ.
શિબીરાથી ભાવિકોને વીરડિયા પરિવાર વતી ધીરૂભાઇ અને શ્રીમતી અરૂણાબેન તથા શ્રી સાગરભાઇ અને શ્રીમતી લીઝાબેન તેમજ પરિવારના જલ્પાબેન, ચિ. વેદ અને વીરડિયા પરિવારજનોએ હૈયાના હેતથી આવકારેલ. સફળ આયોજન બદલ સમસ્ત વીરડિયા પરિવારને અભિનંદન આપ્યા હતા










