<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ધોળકિયાનો ડંકોઃ વિજયપતાકાઃ કૃષ્‍ણકાંત- જીતુભાઇ ધોળકીયા ઝળહળતી સફળતા બદલ આનંદવિભોરઃ વાલીઓ- વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયાઃ બોર્ડ ફર્સ્‍ટ પ ઝળકયા

રાજકોટઃ આજે ધો.૧૨ સાયન્‍સ અને કોમર્સનું પરિણામ જાહેર થયુ છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોળકિયા સ્‍કુલ્‍સ ગ્રુપે જબરૂ મેદાન માર્યુ છે, ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં બોર્ડ ફર્સ્‍ટ પ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા છે. ધો.૧૨ સાયન્‍સમાં પણ જબરી સફળતા હાંસલ કરી હોવાનું જાહેર કરાયુ છે. બાલાજીહોલ કે.જી. ધોળકીયા સ્‍કુલ ખાતે ધોળકીયા સ્‍કુલ ગ્રુપના ડંકાથી ફટાકડાના અને ઢોલ- ત્રાંસાના ધૂમધડાકાએ વાતાવરણ ગજવી મુકયુ હતું. મુખ્‍ય મેનેજીંગ ટ્રસ્‍ટીઓ શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા- જીતુભાઇ ધોળકીયા- તમામ સ્‍ટાફ- વાલીઓ- સેંકડો વિદ્યાર્થીઓ આનંદથી નાચી ઉઠયા હતા. સ્‍કુલ ગ્રુપે આ વખતના પરીણામમાં નવો રેકોર્ડ સર્જી દિધાનું શ્રી કૃષ્‍ણકાંતભાઇ ધોળકીયાએ જાહેર કર્યુ હતું. સેંકડો વિદ્યાર્થીઓ- વાલીઓએ ધોળકીયા સ્‍કુલ ગ્રુપની ઝળહળતી સફળતા બદલ શિક્ષકો- ટ્રસ્‍ટીઓનો આભાર વ્‍યકત કર્યો હતો. ધો.૧૨ સાયન્‍સ- કોમર્સ બંનેમાં તમામ સ્‍કુલનું પરિણામ ૯૯ ટકા આસપાસ રહયુ તે જબરી સફળતા હોવાનું મેનેજર શ્રી ગોકાણીએ ઉમેર્યુ હતું. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(2:35 PM IST)