<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ધોળકિયાના ગૌરવવંતા પરીણામમાં ધો.૧રમાં બોર્ડ ફર્સ્‍ટમાં તમામ પાંચેય વિદ્યાર્થીનીઓઃ સાયન્‍સમાં બોર્ડ સેકન્‍ડ પણ ધોળકિયાનો

A-૧ માં ગ્રેડમાં ૩પ૪ વિદ્યાર્થીઓ : ૯૯ PRમાં ર૪ અને ધો.૧ર કોમર્સ બોર્ડ ટોપ ટેનમાં ૩૩ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ

રાજકોટ, તા., ૪: ધોળકીયા સ્‍કુલ્‍સ ગૃપની યાદીમાં ઉમેર્યુ છે કે આજે  આવેલા ધોરણ - ૧૨ (સાયન્‍સ) અને ૧૨ (કોમર્સ) ના પરિણામમાં ધોળકિયા સ્‍કૂલ્‍સના તેજસ્‍વી તારલાઓએ રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી મેદાન માર્યુ છે. યાદી મુજબ  ગુજકેટમાં  ધોરણ - ૧૨ (સાયન્‍સ)માં ઘાડિયા મિહિર એ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૮.૭૫ માર્કસ સાથે ૯૯.૯૮ PR મેળવી સમગ્ર ગુજરાતમાં સેકન્‍ડ રેન્‍ક મેળવ્‍યો હતો.  ધોરણ - ૧૨ (સાયન્‍સ)માં ધોળકિયા સ્‍કૂલે મેળવેલા એક-એક થી ચઢિયાતા પરિણામો જોઇએ તો સમગ્ર ગુજરાત બોર્ડ દ્વિતીય ૧ વિદ્યાર્થી, - A૧ ગ્રેડ સાથે ૧૨૧ વિધાર્થીઓ  સબ્‍જેકટ ફર્સ્‍ટ ૧૩ વિધાર્થીઓ ૯૯.૦૦ PR થી વધારે ૨૪ વિદ્યાર્થીઓ ૯૦.૦૦ PR થી વધારે ૩૦૧ વિદ્યાર્થીઆનો સમાવેશ થાય છે.

ધોરણ - ૧૨ (કોમર્સ)ના પરિણામમાં ૯૯.૯૯ PR સાથે બોર્ડ પ્રથમ આવનાર ૫-૫ વિદ્યાર્થીઓ એકમાત્ર ધોળકિયા સ્‍કૂલના છે. ફરી એકવાર ગુજરાત બોર્ડમાં ઐતિહાસિક પરિણામ મેળવતી ધોળકિયા સ્‍કૂલની દિકરી ભિમજીયાણી શ્રેયા જેણે ૭૦૦ માંથી ૬૮૭ માર્કસ સાથે ૯૮.૧૪ ટકા અને ૯૯.૯૯ PR મેળવી રાજકોટ શહેર અને ધોળકિયા સ્‍કૂલને ગૌરવવંતી બનાવી આ દિકરીએ બોર્ડના આજસુધીના ઈતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવી નવો ઈતિહાસ સર્જ્‍યો છે. અગાઉ આ રેકોર્ડ ધોળકિયા સ્‍કૂલની દિકરી ભુવા હેન્‍સીના નામે હતો.

આજના ધોરણ - ૧૨ કોમર્સનાં પરિણામમાં બોર્ડ ફર્સ્‍ટ આવેલા ૯૯.૯૯ PR સાથેના વિદ્યાર્થીઓ છ નામ નીચે પ્રમાણે છે. ભિમજીયાણી શ્રેયા વિમલકુમાર ૯૯.૯૯ PR ચોસલિયા શ્રુતિ લલિતભાઈ ૯૯.૯૯ PR ઉમરાણીયા ધ્રુવી જયેશભાઈ ૯૯.૯૯ PR  ડોબરીયા રીયા જીતેન્‍દ્રભાઈ ૯૯.૯૯ PR જાડેજા હેમાક્ષીબા દિગ્‍વિજયસિંહ ૯૯.૯૯. PRનો સમાવેશ થાય છે.

આજરોજ જાહેર થયેલા H.S.C. (કોમર્સ)ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી ધોળકિયા સ્‍કૂલ્‍સ મોખરે રહી છે. જેમાં સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ ૫ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેન માં ૩૩ વિધાર્થીઓ A૧ ગ્રેડ સાથે ૨૩૩ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્‍જેક્‍ટ હાઈએસ્‍ટ ૨૧૯ વિદ્યાર્થીઓ ૯૦.૦૦ PR થી વધારે ૩૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ધોરણ- ૧૨ (સાયન્‍સ), ધોરણ - ૧૨ (કોમર્સ)માં અને ધોરણ-૧૦ માં સર્વશ્રેષ્ઠ રીઝલ્‍ટ મેળવી દર વર્ષે શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકિયા સ્‍કૂલ્‍સને ઠેર-ઠેર થી અભિનંદન મળી રહ્યાં છે તેમ યાદીમાં ઉમેરાયું છે.

આમ, દરેક બોર્ડ રીઝલ્‍ટમાં ધોળકિયા સ્‍કૂલ્‍સ પોતાના રેકોર્ડ બનાવે છે અને ફરી એ જ રેકોર્ડને તોડીને નવા રેકોર્ડનો ટાર્ગેટ બનાવે છે. તે બદલ  શ્રી કળષ્‍ણકાંત અને શ્રી જીતુભાઇ  ધોળકિયા સ્‍કૂલ્‍સના વિદ્યાર્થી ગણ, વાલી ઓ અને શિક્ષિકોને અભિનંદન પાઠવ્‍યા છે.

(3:57 PM IST)