<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

શાળા પ્રવેશોત્‍સવ એટલે સરકાર અને સમાજનું આત્‍મીય અનુસંધાન : રાજુભાઈ ધ્રુવ

 

રાજકોટ : શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવની ૨૪મી શ્રેણી અંતર્ગત શહેરની વિવિધ શાળાઓમાં ઉત્‍સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ વિવિધ ભાજપ અગ્રણીઓની સાથે જિલ્લા ગાર્ડન પાસે આવેલી શ્રી પળથ્‍વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં. ૪૮, ભક્‍તિનગર સર્કલ પાસે આવેલી શ્રી પી. એન્‍ડ ટી. વી. શેઠ હાઇસ્‍કૂલ, ઢેબર રોડ સ્‍થિત શ્રી કડવીભાઈ વિરાણી કન્‍યા વિદ્યાલય, શ્રમજીવી સોસાયટી ખાતે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય પ્રાથમિક શાળા નં. ૬૫ તેમજ માસ્‍ટર સોસાયટી ખાતે આવેલી શ્રી કસ્‍તૂરબા હાઇસ્‍કૂલ ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્‍ત વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો તેમજ બાળકોને ઉજ્‍જ્‍વળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા તેમજ કન્‍યા શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે પણ પ્રેરિત કર્યા હતા. આ તકે રાજુભાઈએ  જણાવેલ કે,  ‘શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ વ્‍યક્‍તિ, પરિવાર, સમાજ અને રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. આ વિચારને સાકાર કરવા માટે ગુજરાતમાં શરૂ થયેલો શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ આજે શિક્ષણથી સશક્‍તિકરણના મહાયજ્ઞ તરીકે વિકસ્‍યો છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી તથા હાલના દેશના વડાઙ્ઘધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલ શ્નશાળા પ્રવેશોત્‍સવ' અને ‘કન્‍યા કેળવણી મહોત્‍સવ' આજે તેની ૨૪મી શ્રેણીમાં પ્રવેશી સમગ્ર ગુજરાતમાં શિક્ષણના મહાપર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર શિક્ષણ વિભાગ જ નહીં, પરંતુ સમગ્ર સરકાર બાળકો અને તેમના વાલીઓને મળવા સામેથી જાય છે. રાજ્‍યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્‍યો, વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ છેવાડાની શાળાઓ સુધી પહોંચે છે. આ પ્રક્રિયાથી સરકાર અને પ્રજા વચ્‍ચે એક અતૂટ અનુસંધાન રચાય છે. આ સંવાદ અને સંપર્કના પરિણામે શિક્ષણમાં, વિશેષ કરીને પ્રાથમિક શિક્ષણ અને તેમાં પણ છેવાડાના બાળકોના ભવિષ્‍યમાં ખૂબ મોટો સુધારો આવ્‍યો છે. આ પારદર્શક અભિગમ જ ભારતના ભવિષ્‍યને મજબૂત કરવાનું એક સબળ અભિયાન બની ચૂકયો છે. આજે રાજ્‍યના ગામેગામ શાળા પ્રવેશોત્‍સવ એક ઉત્‍સવના રૂપમાં ઉજવાય છે. નવા વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર, મીઠાઈ, શૈક્ષણિક કિટ અને વળક્ષારોપણ દ્વારા સ્‍વાગત થાય છે. આનાથી બાળકોમાં શાળા પ્રત્‍યેનો ઉત્‍સાહ અને વાલીઓમાં શિક્ષણ પ્રત્‍યેનો વિશ્વાસ દૃઢ બન્‍યો છે. એક કાર્યકર્તાની નજરે જોઈએ તો વર્ષ ૨૦૦૩માં શિક્ષણ ક્ષેત્રે જે બીજ રોપાયું હતું, તે આજે વિશાળ વટવળક્ષ બનીને સમગ્ર ગુજરાતને નવી દિશા આપી રહ્યું છે. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં તેનું સુવ્‍યવસ્‍થિત આયોજન થાય છે, જેમાં લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ સક્રિય સહભાગી બને છે. મધ્‍યાહન ભોજન યોજના, મફત પાઠયપુસ્‍તકો, શિષ્‍યવળત્તિઓ, પરિવહન સહાય અને સતત લોકભાગીદારીના પરિણામે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટયો છે, જે ગુજરાત રાજ્‍યની એક મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધિ છે. તેમ ગુજરાતના આ ભાતીગળ અભિનવ  પ્રવેશોત્‍સવના પ્રારંભકર્તા, આધુનિક ભારતના સંકલ્‍પદ્રષ્ટા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને અભિનંદન આપતા રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યું હતુ. (૧૬.૧)

 

(3:55 PM IST)